Homeસિનેમાવાદલાઈગરમાં વિજયની વિરૂદ્ધ માઈક ટાઈસન!

લાઈગરમાં વિજયની વિરૂદ્ધ માઈક ટાઈસન!

Team Chabuk-Cinema Desk: અર્જુન રેડ્ડી ફેમ વિજય દેવરકોન્ડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગર ચર્ચામાં છે. કોવિડ-19 રેસ્ટ્રિક્શન્સ બાદ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે. હવે ફિલ્મનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દિગ્ગજ બોક્સર માઈક ટાઈસન પણ નજર આવી રહ્યા છે. વીડિયો દ્વારા લાઈગરની સ્ટારકાસ્ટમાં માઈક ટાઈસનનું સ્વાગત કરવામાં આવ્યું છે. કરણ જોહરે વીડિયો શેર કરી ખુશી વ્યક્ત કરતા લખ્યું છે કે, ‘પહેલી વખત રિંગના કિંગ ભારતીય સિનેમાના પડદા પર જોવા મળશે. ફિલ્મ લાઈગરની ટીમમાં અમે માઈક ટાઈસનનું સ્વાગત કરીએ છીએ. નમસ્તે ટાયસન.’

વિજય દેવરકોન્ડા આ ફિલ્મમાં બોક્સરનું પાત્ર ભજવી રહ્યા છે. પોસ્ટર પરથી MMAના ફાઈટરની ભૂમિકા હોવાનું દેખાય છે. એવામાં માઈક આ ફિલ્મમાં કાં તો વિજય સાથે બે બે હાથ કરતા જોવા મળે અને કાં તો કોચની ભૂમિકામાં દેખાય. જોકે આ પહેલી વખત નથી કે માઈક ટાઈસન હિન્દી સિનેમાની કોઈ ફિલ્મમાં કામ કરી રહ્યો હોય. 2007માં આવેલી શાહીદ કપૂર અને સન્ની દેઓલની કોમેડી ફિલ્મ ફુલ એન્ડ ફાઈનલમાં પણ માઈક ટાઈસન જોવા મળ્યા હતા. ફુલ એન્ડ ફાઈનલમાં તો માઈક ફક્ત પ્રોમોમાં જોવા મળ્યા હતા, અહીં તેને ફુલ ફિલ્મ મળશે.

rps baby world

2009માં રિલીઝ થયેલી હોલિવુડની ફિલ્મ હેંગઓવરમાં અને 2011માં હેંગઓવરની સિક્વલ હેંગઓવર-2માં પહેલી વખત ટાઈસને મોટા પડદા પર પોતાની ઝલક દેખાડી હતી. આ ફિલ્મમાં તેણે પોતાની જ ભૂમિકા ભજવી હતી. આઈપીમેન-3માં પણ તેણે ડોરી યેનની સામે બોક્સરનો રોલ કર્યો હતો. માઈક ટાઈસન 1985થી 2005 સુધી પ્રોફેશનલ બોક્સિંગમાં સક્રીય રહ્યો હતો. 1992માં તેના પર રેપનો આરોપ લાગ્યો હતો. આરોપ સિદ્ધ થતાં 6 વર્ષની સજા પણ થઈ હતી. 1995માં તે જેલમાંથી બહાર આવ્યો. આ સિવાય અગણિત મહિલાઓ સાથે ના તેના સંબંધોને લઈને પણ 90ના દાયકામાં ખૂબ હેડલાઈનો બની હતી.

rps baby world

જાન્યુઆરી 2021માં લાઈગર ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો હતો. ફોટોમાં વિજયને એમએમએમના ગ્લોવ્ઝની સાથે જોવામાં આવ્યો હતો. લાઈગર ફિલ્મનું બીજું મોટું નામ ફિલ્મના દિગ્દર્શક છે. જેનું નામ છે પુરી જગન્નાથ. તેલુગુમાં પોક્કિરી, ગોલીમાર અને ટેમ્પર જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. 2004માં પુરીએ તુષાર કપૂરને લઈ શર્ત- ધ ચેલેન્જ નામની ફિલ્મ બનાવી ડેબ્યુ કર્યું હતું. અમિતાભ બચ્ચનને લઈ બુઢ્ઢા હોગા તેરા બાપ તેલુગુ સ્ટાઈલમાં બનાવી હતી. અફસોસ કે બંને ફિલ્મોનો બોક્સ ઓફિસ પર ધબડકો થઈ ગયો હતો. હવે પુરીની હિન્દીમાં હિટની આકાંક્ષા પૂરી થાય છે કે નહીં એ જોવાનું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments