Homeગામનાં ચોરેભારત બાદ રશિયા સોશિયલ મીડિયા માટે નવો કાયદો લાવી રહ્યું છે

ભારત બાદ રશિયા સોશિયલ મીડિયા માટે નવો કાયદો લાવી રહ્યું છે

Team Chabuk-International Desk: ભારત સરકાર દ્વારા થોડા સમય પહેલા જ નવા આઈટી કાયદાઓ લાવવામાં આવ્યા જેનો ભારે વિરોધ થયો હતો. કેન્દ્ર સરકાર અને ટ્વીટર વચ્ચે તો યુદ્ધ વકર્યું હતું. ટ્વીટરે નિયમોનું પાલન ન કરતા તેની પાસેથી કાયદાકીય સુરક્ષા પણ પરત લઈ લેવામાં આવી છે. ટ્વીટર પર માત્ર દસ દિવસની અંદર અંદર કેટલીય એફઆઈઆર થઈ ચૂકી છે. ભારત બાદ હવે રશિયા પણ સોશિયલ મીડિયા પર નવા કાયદા બનાવવા પર લાગી ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક નવા આઈટી કાયદા પર હસ્તાક્ષર કરી દીધા છે.

આ કાયદાના લાગુ થયા બાદ ગુગલ, ફેસબુક અને ટ્વીટર સહિતની તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ રશિયામાં પોતાની ઓફિસ ખોલવાની રહેશે. જેની જાણકારી રશિયન સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ એક દસ્તાવેજમાંથી મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓની મનમાની રોકવા માટે પુતિન સરકાર નવો આઈટી કાયદો લાવી રહી છે.

છેલ્લા કેટલાય સમયથી રશિયા વિદેશી આઈટી કંપનીઓ પર પોતાની નિર્ભરતાને ઓછી કરવાના પ્રયાસોમાં છે અને નવો કાયદો તેનો જ ભાગ છે. થોડા સમય પહેલા જ રશિયાએ કેટલાક ઓનલાઈન કન્ટેન્ટને અવૈધ ઘોષિત કર્યું હતું અને તેને ડિલીટ ન કરનારી સોશિયલ મીડિયા કંપનીઓ પર જુર્માનો પણ લગાવ્યો હતો. રશિયાએ દંડના રૂપે અમેરિકી માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરની સ્પીડને પણ ઓછી કરવાનો નિર્ણય લીધો છે. ઉપરથી રશિયાએ હાલમાં જ ગૂગલની વિરુદ્ધ એક નવો કેસ પણ શરૂ કર્યો છે.

ભારત સરકારે 26 મેથી નવા આઈટી કાયદાઓને લાગુ કરી દીધા છે. જેની હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓને ભારતમાં જ અને ભારતના જ એક ફરિયાદ નિવારણ ઓફિસર અને નોડલ અધિકારીની નિમણુક કરવાની રહેશે. તેના સિવાય જો કોઈ કન્ટેન્ટને લઈ ફરિયાદ થાય છે તો તેને 24 કલાકની અંદર અંદર હટાવવું પડશે અને દરેક મહિને સરકારને ફરિયાદની રિપોર્ટ સોંપવાની આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments