Team Chabuk-Gujarat Desk: ચોમાસાએ વિકટ પરિસ્થિતિમાં લાવીના રાખી દીધા છે. ગુજરાત સહિત ભારતમાં પ્રિ-મોન્સૂનમાં મેઘરાજા બાવડેબાજ બનીને ખાબક્યા હતા પણ હવે જ્યારે વરસાદની સિઝન શરૂ થઈ છે ત્યારે મેઘચિત્રવિલોપન જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનમાં 10 ટકા વધારે વરસાદ થવા છતાં ઓછામાં ઓછા 202 એવા જિલ્લા છે જ્યાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે.
ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે ચોમાસુ મોડું આવવાના કારણે અથવા તો કેટલીય જગ્યાએ વરસાદનો એક છાંટો પણ ન પડ્યો હોવાના કારણે ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં વાવણી, રોપણી, સિંચાઈ, વીજળી જેવા કૃષિ કાર્યો પર અસર પડવા લાગી છે.
હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુજય મહાપાત્રાએ કહ્યું કે, 19 જૂન સુધી હરિયાણા, દિલ્હી, પંજાબ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોને છોડીને દેશના મોટાભાગના વિસ્તારોને ચોમાસાએ કવર કરી લીધું છે. જોકે 19 જૂન બાદ ચોમાસામાં કોઈ પ્રગતિના અણસાર દેખાઈ નથી રહ્યા.
જૂનમાં સામાન્યથી 10 ટકા જેટલો વધારે વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ ત્રણથી 19 જૂનની વચ્ચે પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં બે પ્રકારનું વાતાવરણ છે. એક બાજુ શુષ્ક છે અને બીજી બાજુ પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
વરસાદથી પશ્ચિમ બંગાળ, પૂર્વ ઊત્તર પ્રદેશ, બિહારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતો હોય ત્યાંના જિલ્લાઓમાં પૂરની નોબત આવીને ઊભી રહી ગઈ છે. હવામાન વિભાગે કહ્યું કે ગત એક અઠવાડિયામાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નબળું પડ્યું છે. જેથી આ સિઝનમાં વરસાદની અછત વર્તાય રહી છે. કેટલાક જિલ્લાઓ તો હજુ પણ સુક્કાભઠ્ઠ છે અને મેઘરાજાની ચાતક નજરે પ્રતિક્ષા કરી રહ્યા છે.
મધ્ય અને પશ્ચિમી ભારતમાં કેટલાય વિસ્તારો પર તાપમના ગુરૂવારના રોજ 45 ડિગ્રી સેલ્સિયસની પાર રહ્યું હતું. દિલ્હીમાં 43.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જે 90 વર્ષમાં સૌથી વધારે છે. આ પહેલા દિલ્હીમાં 1 જુલાઈ 1931ના રોજ 45 ડિગ્રી તાપમાન, 5 જુલાઈ 1987ના રોજ 43.5 ડિગ્રી તાપમાનનો કિર્તીમાન રહી ચૂક્યો છે. એ પછી 2 જુલાઈ 2012માં 43.5 ડિગ્રી રહ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત