Team Chabuk-National Desk: આગ્રાની અછનેરા પ્રાથમિક વિદ્યાલય સાંધનના વાયરલ વીડિયોમાં નૃત્ય કરતી દેખાય રહેલી શાળાની પાંચ શિક્ષિકાઓને નિલંબિત કરી દેવામાં આવી છે. શનિવારના રોજ પ્રભારી બેસિક શિક્ષા અધિકારી વૃજરાજ સિંહે સંબંધિત બ્લોકના ખંડ શિક્ષા અધિકારીની આજ્ઞા પર આ કાર્યવાહી કરી હતી. વાઈરલ વીડિયોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. સમિતિના સભ્યોને ત્રણ દિવસની અંદર અંદર નિલંબિત શિક્ષિકાઓને આરોપપત્ર આપવાનું છે. 15 દિવસમાં આ સમગ્ર ઘટનાની તપાસ કરીને પ્રભારી બીએસએને રિપોર્ટ આપવાની છે.
પ્રભારી બેસિક શિક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર વિદ્યાલયના પ્રધાન અધ્યાપકની તરફથી ખંડ શિક્ષા અધિકારીને સ્પષ્ટીકરણ દેવામાં આવ્યું છે કે વાઈરલ વીડિયો 17 માર્ચનો છે. તેઓ એ દિવસે બીઆરસી, ઉછનેરામાં શૈક્ષણિક સંગોષ્ઠીમાં ભાગ લેવા માટે ગયા હતા. તેમને આ નૃત્ય કાર્યક્રમની જાણકારી પહેલાથી નહોતી.

વાઈરલ વીડિયોમાં વિદ્યાલયની શિક્ષિકા રશ્મિ સિસોદિયા, અંજલી યાદવ, સુમન કુમારી, સુધારાની અને જીવિકા કુમારી ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેમણે સ્પષ્ટીકરણમાં કહ્યું છે કે, 17 માર્ચના રોજ બાલસભા અને ઓનલાઈન કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પછી શિક્ષિકાઓએ હરિયાણવી ગીત પર ડાન્સ કર્યો હતો.

ફિલ્મી ગીતો પર નૃત્ય કરવા બદલ, અનૈતિક આચરણ કરવા બદલ, અધ્યાપક પદ અને વિભાગની ગરિમાને ધૂમિલ કરવાનો પ્રયાસ, જેવા કારણોને આગળ ધરી સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી છે. ખંડ શિક્ષા અધિકારી વીરેશ કુમાર, વિરેન્દ્ર કુમાર શર્માના સિવાય સર્વ શિક્ષા અભિયાનની પરિયોજનાના અધિકારી કલ્પના શ્રીવાસ્તવને તપાસ સોંપવામાં આવી છે.

રાષ્ટ્રવાદી શિક્ષક મહાસંઘની તરફથી શનિવારના રોજ જિલ્લા અધિકારી અને બીએસએ કાર્યાલયમાં નિવેદન આપવામાં આવ્યું હતું. મહાસંઘના પ્રદેશ સંયોજક મુકેશ ડાગુરનું કહેવું છે કે, કોરોનાકાળમાં બંધ કક્ષમાં શિક્ષિકાઓએ ફિલ્મી ગીત પર નૃત્ય કર્યું. જેને કોઈ એક શિક્ષકે રેકોર્ડ કરી લીધું હતું. એ વીડિયો હવે વાઈરલ થઈ ગયો છે. તેના પર આપત્તિજનક ટીપ્પણી કરવામાં આવી રહી છે. વીડિયો વાઈરલ જેણે પણ કર્યો તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ