Team Chabuk-National Desk: ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) શુક્રવારે એક એવી જાહેરાત કરી હતી જેના કારણે તે મજાકનો વિષય બની ગઈ હતી. સોશિયલ મીડિયા પર આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકશે. કોઈ ગણિત-વિજ્ઞાન જેવા માથાભારે વિષયની જરૂર નહીં. આ સમાચાર પ્રસારિત થતાની સાથે તો ખર્ચો કરીને ભણવા બેઠેલા સાયન્સના વિદ્યાર્થીઓ માટે પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિનું સર્જન થયું હતું. જોકે હવે AICTEને પોતાની ભૂલ સમજાઈ હોય એવું લાગે છે કારણ કે તેણે શુક્રવારના નિવેદનને રવિવારે ફેરવી તોળ્યું છે.
શુક્રવારે તેણે કહેલું કે ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન જેવા વિષયો જરૂરી નથી. અને હવે કહી રહી છે કે આ વિષયો તો મહત્વપૂર્ણ છે. સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે દરેક વ્યક્તિને ખબર છે કે ઉપરનાં ત્રણ વિષય સિવાય તો એન્જિનિયરિંગ કેવી રીતે ભણાય? અને એન્જિનિયર કેવી રીતે બનાય? તો પછી આવા સમાચાર વહેતા શા માટે કર્યા ?
પ્રેસ કોન્ફરન્સમાં AICTEના ચેરપર્સન અનિલ સહસ્ત્રબુદ્ધે કહ્યું કે, બાયોટેક્નોલોજી, ટેક્સટાઈલ કે એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ જેવા પ્રવાહ માટે બારમાં ધોરણમાં આ વિષયોનો અભ્યાસ નહીં હોય તો ચાલશે. તેની સામે મિકેનિકલ જેવા વિષય માટે તો ભૌતિક, રસાયણ અને ગણિત એ મહત્વનો જ વિષય છે. હવે AICTE આ નિર્ણય વિશ્વ વિદ્યાલયો અને એન્જિનિયરિંગ સંસ્થાનો ઉપર છોડી દીધો છે. સિનિયર ઓફિસરોએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માગે છે અને તેમને ધોરણ 11 અને 12માં ભૌતિક કે ગણિત બેઉંનું અધ્યયન નથી કર્યું. આ એ વિદ્યાર્થીઓ માટે સુવર્ણ અવસર છે. આ સ્ટેટમેન્ટ આવતા જ સૌ લોકોએ એવું વિચારી લીધું હતું કે હવે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ પણ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકશે. જોકે વાત એવી નથી. સા.બુ – સામાન્ય બુદ્ધિ વાપરો તો પણ આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ અને એન્જિનિયરિંગ ?
ઉદાહરણની રીતે સ્કૂલમાં પીસીબી (ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન) ના છાત્રોને હંમેશાં જૈવ પ્રોદ્યોગિકી કાર્યક્રમમાં એડમિશન લેવામાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આવું એટલા માટે છે કારણ કે આપણા જૂના એપીએચ દ્વારા હાઈસ્કૂલમાં ગણિતનો અભ્યાસ ફરજિયાત કરી દીધો છે. નવા માપદંડોનાં આધારે જો વિશ્વવિદ્યાલય કે કોઈ સંસ્થાન આની અનુમતિ આપે છે. તો પીસીબીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીને બાયોટેક્નોલોજીમાં એડમિશન આપી શકાય છે.
વધુમાં તેમણે કહ્યું કે, જો કોઈ નવા માપદંડો અને AICTEની હેન્ડબુકમાં ઉલ્લેખિત 14 વિષય જેવા કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, કોમ્પ્યુટર વિજ્ઞાન, ઈલેક્ટ્રોનિક્સ, સૂચના અને પ્રોદ્યોગિકી, જીવ વિજ્ઞાન, સૂચના વિજ્ઞાન અભ્યાસ, જૈવ પ્રોદ્યોગિકી, ટેકનિકલ વ્યાવસાયિક વિષય, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ, વ્યાવસાયિક અધ્યયન અને ઉદ્યમિતાનો અભ્યાસ કરે છે તો તેને એન્જિનિયરિંગનાં અભ્યાસક્રમમાં એડમિશન અપાય છે. જોકે અંતિમ નિર્ણય હજુ પણ કોલેજ અને જે તે સંસ્થાનોની પાસે જ હશે. નવા એપીએચમાં એ પણ કહેવામાં આવ્યું છે કે સંસ્થાન અને વિશ્વવિદ્યાલય વિદ્યાર્થીઓની મદદ કરવા માટે પુલ પાઠ્યક્રમની રજૂઆત પણ કરી શકે છે.
રાજ્ય સરકારના પ્રતિનિધિ તરફથી મળેલા મંતવ્યનાં કારણે કાઉન્સિલે એન્જિનિયરિંગ પાઠ્યક્રમોમાં પ્રવેશ હેતુ નક્કી કરેલા માપદંડોને બદલવાનો નિર્ણય લીધો હતો. ઉદાહરણની રીતે, ઉત્તર પ્રદેશ ટેકનિકલ વિશ્વવિદ્યાલયે પત્ર લખીને અનુરોધ કર્યો હતો કે, 12માં ધોરણમાં પીસીબીનો અભ્યાસ નથી કર્યો પણ કૃષિ અધ્યયન કર્યું છે તો તેમને કૃષિ એન્જિનિયરિંગના પાઠ્યક્રમમાં એડમિશન આપવામાં આવે. આનો આડો અર્થ કાઢતા કોમર્સ અને આર્ટ્સને 48 કલાક માટે ખુશ ખુશ કરી દીધા હતાં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત