Homeગામનાં ચોરેએર ઈન્ડિયાના વિમાનને કીડીઓના ત્રાસથી બદલવું પડ્યું

એર ઈન્ડિયાના વિમાનને કીડીઓના ત્રાસથી બદલવું પડ્યું

Team Chabuk-National Desk: એર ઈન્ડિયા ફરી શરમજનક સ્થિતિમાં મૂકાય છે. દિલ્હીથી લંડન જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને અટકાવવાની ફરજ પડી હતી. વિમાન ઉપર ગગન વિશાળમાં ઉડાન ભરવાની તૈયારીમાં હતું એ પૂર્વે કીડીઓના કારણે વિમાનને અટકાવવું પડ્યું હતું! યાત્રિકોએ પ્લેનમાં કીડીઓ હોવાની ફરિયાદ કરી હતી. શરૂઆતમાં કીડીઓને હટાવવાનું નક્કી થયું પણ બાદમાં યાત્રિકોને અન્ય વિમાન મારફતે લંડન લઈ જવા પડ્યા. આ તમામ પ્રક્રિયામાં ફ્લાઈટ ખૂબ મોડી થઈ ગઈ. આ વિમાનમાં ભૂટાનના રાજકુમાર પણ મુસાફરી કરી રહ્યા હતા. હવે જ્યારે વિમાન કીડીઓના કારણે મોડુ થયું છે ત્યારે સોશિયલ મીડિયા પર પણ તેની તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.

6 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનલ-3 પાસેથી એર ઈન્ડિયાનું વિમાન એ-111ને લંડન માટે ઉડાન ભરવાની હતી. જોકે આ વિમાન ઉડાન ભરે તે પહેલા જ તેને અટકાવવું પડ્યું હતું અને યાત્રિકોને અન્ય વિમાનમાં ખસેડવામાં આવ્યા હતા. જણાવ્યું કે વિમાનમાં કીડીઓ હતી. જોકે એર ઈન્ડિયાએ કંઈક બીજું જ નિવેદન આપ્યું હતું કે, પ્રોદ્યોગિકિ ખામીના કારણે વિમાનને બદલવું પડી રહ્યું છે.

વિમાનના બિઝનેસ ક્લાસ સેક્શનમાંથી કીડીઓની ફરિયાદ મળ્યા બાદ વિમાનને થોડા સમય માટે અટકાવી દેવું પડ્યું હતું. ફરિયાદ મળી ત્યારે વિમાન પેસેન્જર વેમાં હતું. ફરિયાદ પર ધ્યાન આપવામાં આવ્યું. વિમાન બદલવામાં આવ્યું ત્યાર બાદ વિમાન યાત્રિકોને લઈ લંડન રવાના થયું હતું. એ પણ સામે આવી રહ્યું છે કે આ વિમાનમાં ભૂટાનના રાજા જિગ્મે  ખેસર નામગ્યાલ વાંગચૂકના પુત્ર અને ઉત્તરાધિકારી જિગ્મે નામગ્યાલ વાંગચુક પણ AI-111માં સવાર હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments