Team Chabuk-International Desk: આપણે કોઈ પણ સોસાયટીમાં કે કોલોનીમાં જઈએ ત્યાં લોકોના ઘર બહાર સ્કૂટર, બાઈક અથવા તો કાર પાર્ક કરેલી હોય છે પરંતુ જો ક્યાંય ઘરની બહાર વિમાન પાર્ક કરેલું જોવા મળે તો ? માનવામાં ન આવે તેવી વાત છેને ? જો કે, આવા જ દ્રશ્યો તમને જોવા મળશે જો તમે અમેરિકા હોવ તો. આજે આવા જ એક ગામ વિશે વાત કરીએ જ્યાં ઘરની બહાર બાઈક કે કાર નહીં પરંતું લોકો વિમાન પાર્ક કરે છે. આ અનોખું ગામ અમેરિકામાં છે. અહેવાલ અનુસાર દુનિયામાં કુલ 630 એર પાર્ક છે જેમાં 610 માત્ર અમેરિકામાં છે.
દુનિયાનું પહેલું એર પાર્ક
એક રિપોર્ટ અનુસાર દુનિયામાં પહેલું એર પાર્ક કેલિફોર્નિયાના ફ્રેસ્નો (Fresno)માં બનાવાયું છે. આ એર પાર્કનું નામ Sierra Sky Park રાખવામાં આવ્યું છે. આ પાર્કનું નિર્માણ 1946માં થયું હતું. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક એર પાર્ક કોલોની ખૂબ વાયરલ થઈ રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે સ્થળનો વીડિયો શેર કર્યો તો તે ખૂબ ઝડપથી વાયરલ થઈ ગયો હતો. વીડિયોમાં આ સ્થળ પર દરેક ઘર બહાર પ્લેન જોવા મળી રહ્યું હતું.
અમેરિકામાં આ પ્રકારના ઘણાં એર પાર્ક છે. તેની પાછળ એક રોચક વાત છે. દ્વિતીય વિશ્વ યુદ્ધમાં અમેરિકામાં પાયલટનો આંકડો ચાર લાખ ઉપર પહોંચી ગયો હતો. એવામાં જ્યારે યુદ્ધ પુરું થયું તો કેટલાય પ્લેન નકામા બની ગયા હતા. જેના કારણે અમેરિકાની The Civil Aeronautics Administrationને આવાસ કોલોની બનાવીને એર પાર્કનું નિર્માણ કરી દીધુ. જે બાદ ખાલી પડેલા એયરસ્ટ્રીપ્સમાં રિટાયર્ડ મિલિટ્રી પાયલટ રહેવા લાગ્યા.
ફ્લાઈ-ઈન કમ્યુનિટીઝ
એર પાર્કવાળી કોલોની ફ્લાઈ-ઈન કમ્યુનિટીઝના નામે જાણીતી છે. આ કોલોનીની સૌથી ખાસ વાત એ છે કે, અહીં તમને દરેક ઘર બહાર એક પ્લેન જોવા મળશે. આ કોલોનીને એવી રીતે બનાવાઈ છે કે, ઘર બહાર આરામથી પ્લેન પાર્ક કરી શકાય. આ કોલોનીની લંબાઈ અને પહોળાઈ બહુ વધુ છે જેથી પ્લેન એક બીજા સાથે ટકરાયા વગર સરળતાથી ઉડાન ભરી શકે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત