Team Chabuk-National Desk: ટેલિકોમ માર્કેટમાં જિયોની એન્ટ્રી બાદ બાકીની કંપનીઓના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. જિયો આવતા એરટેલ, વોડાફોન, આઈડીયા જેવી મોટી મોટી કંપનીઓના નફામાં પણ મોટું ગાબડું પડ્યું હતું. જો કે જાન્યુઆરી મહિનામાં એવું બન્યું કે જિયોના માથે પરસેવો વળી ગયો. અને જેનું કારણ છે એરટેલ.
જિયોને ટક્કર આપવા બાકીની હરીફ કંપનીઓ એટીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ભારતીય એરટેલના સક્રિય ગ્રાહકોની સંખ્યામાં જાન્યુઆરી 2021માં 69 લાખનો વધારો થયો છે. માત્ર જાન્યુઆરી 2021ના મહિનામાં જ એરટેલના 69 ગ્રાહકો વધ્યા છે. જેથી ટેલિકોમ બજારમાં એરટેલે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. સાથે જ જાન્યુઆરીમાં એરટેલના એક્ટિવ યુઝર્સ પણ 33.6 કરોડ થઈ ગયા છે.
એરટેલના ગ્રાહકો વધ્યા છે ત્યારે સામે જિયોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. આ સમયગાળા દરમિયાન રિલાયન્સ જિયોના સક્રિય કનેક્શનની સંખ્યા 34 લાખ ઘટી ગઈ છે. જેથી જાન્યુઆરી 2021ના મહિનામાં જિયોના એક્ટિવ યુઝર્સની સંખ્યા ઘટીને 32.5 કરોડ થઈ ગઈ છે. આ અંગેની માહિતી ટ્રાય દ્વારા આપવામાં આવી છે.
યુએસબીના અહેવાલ પ્રમાણે ભારતી એરટેલ અને જિયોના સક્રિય ગ્રાહકોની સંખ્યા હાલના મહિનામાં લગભગ સરખી હતી. પરંતુ જાન્યુઆરી મહિનામાં એરટેલે વીએલઆર કનેક્શનોની સંખ્યા 69 લાખ વધવાથી 33.6 કરોડ પર પહોંચી ગઈ છે. જ્યારે જિયોના કનેક્શનોની સંખ્યામાં 34 લાખનો ઘટાડો થતા સંખ્યા ઘટીને 32.5 કરોડ રહી ગઈ છે. ટ્રાઈના આંકડા અનુસાર જૂનમાં પણ જિયોના સક્રિય યુઝર્સની સંખ્યા ઘટી હતી. જે ત્રણ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ હતી.
જેએમ ફાયનાન્સિયલે કહ્યું કે, આ પહેલાં ડિસેમ્બરમાં જિયોના સક્રિય ગ્રાહકોની સંખ્યા 32 લાખ વધી હતી. નવેમ્બરમાં કંપનીના ગ્રાહકોની સંખ્યામાં 54 લાખનો વધારો થયો હતો. સક્રિય ગ્રાહકોની ગણતરી વિઝિટર લોકેશન રજિસ્ટર (વીએલઆર) મારફતે થાય છે. જે કોઈપણ મોબાઈલ નેટવર્ક પર સક્રિય ગ્રાહકો કેટલા છે તે બતાવવાની એક રીત છે.
કઈ કંપની પાસે કેટલા ગ્રાહકો
ટ્રાઈના જાન્યુઆરી 2021ના ડેટા પ્રમાણે ભારતમાં કૂલ 116 કરોડ 34 લાખ જેટલા વાયરલેસ યુઝર્સ છે. જેમાંથી 33 કરોડ 57 લાખ જેટલા યુઝર્સ સાથે પ્રથમ નંબરે ભારતી એરટેલ છે. બીજા નંબરે 32 કરોડ 45 લાખ જેટલા ગ્રાહકો સાથે જિયો છે. ત્રીજા નંબરે વોડાફોન-આઈડીયા છે જેના એક્ટિવ યુઝર્સ 25 કરોડ 60 લાખની આસપાસ છે. બીએસએનલના ગ્રાહકો સતત ઘટી રહ્યા છે. જાન્યુઆરી 2021ની સ્થિતિએ બીએસએનએલ પાસે માત્ર 61 લાખ 40 હજાર જેટલા જ વાયરલેસ સક્રિય ગ્રાહકો વધ્યા છે.
સસ્તા દરમાં જિયો અવ્વલ
એરટેલના ગ્રાહકોની સંખ્યા ભલે જિયો કરતાં વધું હોય પરંતુ આજેય ડેટા પ્લાનની કિંમતમાં જિયોની સેવા ગ્રાહકો માટે સૌથી સસ્તી છે. જિયોના તમામ ડેટા પ્લાટન અન્ય ટેલિકોમ કંપનીની સરખામણીએ ઓછા છે. જિયો અને અન્ય કંપનીના પ્લાનમાં આશરે 50 રૂપિયા જેટલો ફર્ક જોવા મળે છે. કોઈપણ ડેટાપ્લાનના રિચાર્જમાં ગ્રાહકોને જિયોમાં ઓછા રૂપિયા ચૂકવવા પડે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત