Homeગામનાં ચોરેપૃથ્વીના આ ભાગમાં હવે છેક બે મહિના પછી સૂર્ય દેખાશે

પૃથ્વીના આ ભાગમાં હવે છેક બે મહિના પછી સૂર્ય દેખાશે

પૃથ્વીની સંરચના બાકી ગ્રહોથી અલગ છે. એટલે જ પૃથ્વી પર જીવન શક્ય છે. જો કે પૃથ્વી પર દરેક જગ્યાએ જીવન એક જેવું નથી. પૃથ્વીનું વાતાવરણ એક જેવું નથી હોતુ. ક્યાંક ઠંડી હોય છે તો ક્યાંક ગરમી, ક્યાંક બરફ પડે છે તો ક્યાંક વરસાદ. આવી જ રીતે ક્યાંક સૂર્ય વહેલા ઉગી જાય છે તો ક્યાંક મોડો. એનાથી વિશેષ ક્યાંક સૂર્ય આથમે પછી બે મહિના સુધી દેખાતો નથી. તો કેટલાક એવા દેશ છે જ્યાં સૂર્ય ઉગે પછી દિવસો સુધી ડૂબતો નથી ! આજે પૃથ્વી વિશે આવું જ કંઈક જાણીએ.

અમેરિકાનો એક ભાગ એવો છે જ્યાં શિયાળામાં રાત એટલી લાંબી હોય છે કે ત્યાં દિવસ અને રાતમાં કંઈ તફાવત જોવા નથી મળતો. અમેરિકાનું અલાસ્કા પણ લાંબી રાતોના કારણે જ ઓળખાય છે. અહીં હવે 2020માં સૂરજ નહીં દેખાય. સૂરજદાદાના દર્શન હવે બે મહિના પછી નવા વર્ષે જ થવાના.

અલાસ્કામાં 18 નવેમ્બર પછી અંધકાર જ છે એટલે કે 18 નવેમ્બર પછી અહીં સૂરજ આથમી ગયો છે. અહીના ઉતકિયાગવિક શહેરમાં 23 જાન્યુઆરી 2021માં સ્થાનિક સમય મુજબ બપોરે એક વાગ્યે સૂર્યોદય થશે. અહીંની સરકારે સત્તાવાર રીતે 65 દિવસ સુધી અંધકાર રહેવાની જાહેરાત પણ કરી દીધી છે. ઉતકિયાગવિક શહેરમાં માત્ર 4 હજાર લોકો રહે છે. અહીં સૂર્યપ્રકાશ ન હોવાના કારણે વાતાવરણ પણ ખુબ ઠંડું રહે છે. કેટલીય વાર અહીં તાપમાન માઈનસ 10થી 20 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી જાય છે.

વિજ્ઞાન શું કહે છે ?

પૃથ્વીની ધરી નમેલી હોય છે. જેથી વર્ષ દરમિયાન પૃથ્વીની સપાટી પર પહોંચતા સૂર્ય પ્રકાશનો સમય બદલાય છે. રોજ જો તમે સૂર્યને જોતા હોવ તો જ્યારે વર્ષ શરૂ થયું હોય ત્યારથી વર્ષ પૂરું થાય ત્યા સુધીમાં સૂર્યની ઉગવાની અને આથમવાની દિશા બદલાય છે. આ નોંધ અત્યાર સુધી તમે ન લીધી હોય તો હવે લેજો. ઉત્તર ધ્રુવ સૂર્ય તરફ નમેલો હોય ત્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય છે. આમ સૂર્ય બીજી દિશામાં નમેલો હોય ત્યારે શિયાળો. એટલે જ ઉનાળામાં દિવસ લાંબો અને શિયાળામાં દિવસ ટૂંકા હોય છે. ઉત્તર ધ્રુવના વર્તુળ પર વર્ષમાં કેટલાક દિવસો એવા આવે છે જ્યારે ત્યાં બિલકુલ સૂર્યપ્રકાશ પહોંચતો નથી. જેને ધ્રુવ રાત્રિ અથવા પોલર નાઈટ્સ કહે છે. આમ, દક્ષિણ ગોળાર્ધમાં આનાથી બિલકુલ વપરીત સ્થિતિ જોવા મળે છે. જોકે કેટલાક દેશ એવા પણ છે જ્યાં સૂરજ ડૂબતો નથી !

નોર્વે

નોર્વે યુરોપનો છઠ્ઠો સૌથી મોટો દેશ છે. નોર્વેના ઉત્તર ભાગમાં વર્ષમાં મેથી જુલાઈ સુધી 76 દિવસ સુધી સૂર્ય ડૂબતો નથી. નોર્વે એવો દેશ છે જ્યાં રાત્રે પણ સૂરજ ઉગે છે ! એટલે જ આ દેશને મધ્યરાત્રિનો દેશ પણ કહે છે. રાત્રે 12.43 કલાકે અહીં સૂરજ આથમે છે અને 40 મિનિટ પછી ફરીથી સૂર્યનારાયણના દર્શન થઈ જાય છે. નોર્વેની બોર્ડર રશિયા, સ્વીડન, ફિનલેન્ડ અને ડેનમાર્કથી જોડાયેલી છે. નોર્વેની અંદાજીત વસતી 54 લાખ જેટલી છે

આઈસલેન્ડ

યુરોપનો સૌથી મોટ દેશ આઈસલેન્ડ છે. બરફથી છવાયેલો આ દેશ ખુબ જ સુંદર છે. અહીં પણ મે મહિનાની શરૂઆતથી જુલાઈના અંત સુધી સૂરજ ડૂબતો નથી. ગરમીના સમયમાં અહીં અડધી રાત્રે સૂરજ ડૂબે છે અને રાત્રે 3 વાગ્યે ફરીથી ઉગી જાય છે. છે ને નવાઈની વાત !

દિવસ રાત કેમ થાય છે ?

આપણી પૃથ્વી પોતાની ધરી પર સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ હોય ત્યાં દિવસ હોય છે. જ્યારે અન્ય ભાગમાં અંધકાર હોય છે એટલે કે રાત હોય છે. પૃથ્વી પોતાની ધરી પર એક ચક્ર પૂરું કરે તેને આપણે દિવસ કહીએ છીએ. પૃથ્વીને એક ભ્રમણ પૂરું કરતા 23 કલાક 56 મિનિટ અને 4.09 સેકન્ડ લાગે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments