Homeગામનાં ચોરેજાણો સામાન્ય નાગરિક પર બજેટની શું અસર થશે, બજેટમાં શું સસ્તુ થયું...

જાણો સામાન્ય નાગરિક પર બજેટની શું અસર થશે, બજેટમાં શું સસ્તુ થયું શું મોંઘુ થયું ?

Team Chabuk-National Desk: નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું ચોથું બજેટ રજૂ કરી દીધું છે. સંસદમાં તેમણે 90 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. આ આઝાદ ભારતનું 75મું બજેટ હતું. આ બજેટમાં ફરી એકવાર મધ્યમ વર્ગની આશાઓ પર પાણી ફરી વળ્યું. બજેટમાં કેટલીય વસ્તુઓ એવી છે જે મોંઘી થઈ. જ્યારે કેટલીક વસ્તુઓની સસ્તી પણ કરવામાં આવી છે.

બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે 60 લાખ યુવાઓને નોકરીનો વાયદો કર્યો. આ ઉપરાંત ગરીબો માટે આ વર્ષે દેશમાં 80 લાખ મકાન બનાવાશે. જાણો બજેટમાં સામાન્ય નાગરિકોને ક્યાં રાહત મળી અને કઈ જગ્યાએ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર બોજ વધ્યો

કઈ વસ્તુ સસ્તી, કઈ વસ્તુ મોંઘી ?

કપડા, ચામડાનો સામાન સસ્તો થશે

મોબાઈલ ફોન, ચાર્જર સસ્તુ થશે

હીરાની જ્વેલરી સસ્તી થશે

પોલીસ્ડ હીરા પર કસ્ટમ ડ્યૂટી ઘટાડાઈ

વિદેશી મશીનો સસ્તા થશે

ઈલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થશે

બૂટ-ચપ્પલ સસ્તા થશે

આર્ટિફિશિયલ ઘરેણાં મોંઘા થશે

છત્રી મોંઘી થશે

સ્ટીલ સસ્તુ થશે

બટન, પેકેજિંગ બોક્સ સસ્તુ થશે

કેપિટલ ગુડ્સ મોંઘુ થશે

ખેતીનો સામાન સસ્તો થશે

પાછલા બજેટમાં શું સસ્તું હતું અને શું મોંઘુ ?

કોટન, સિલ્ક, પ્લાસ્ટિક, લેધર, ઈલેક્ટ્રોનિક્સ આઈટમો, ઓટો પાર્ટસ, સોલાર પ્રોડક્ટ્સ, મોબાઈલ ચાર્જર, ઈમ્પોર્ટેડ કપડા, જેમ્સ, એલઈડી બલ્બ, ફ્રીજ/એસી અને દારૂ મોંઘો થયો છે. બીજી તરફ નાયલોનના કપડાં, લોખંડ, સ્ટીલ, તાંબાની વસ્તુઓ, સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી વસ્તુઓ સસ્તી થઈ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments