Homeગામનાં ચોરેપુત્રવધૂની ઓફર: બે દિવસ માટે સાસુના બોયફ્રેન્ડ બનો અને 72 હજાર રૂપિયા...

પુત્રવધૂની ઓફર: બે દિવસ માટે સાસુના બોયફ્રેન્ડ બનો અને 72 હજાર રૂપિયા લઈ જાવ

Team Chabuk-International Desk: આ અજીબોગરીબ સત્ય ઘટના બની છે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં, જ્યાં પુત્રવધૂએ પોતાની સાસુ માટે આ પ્રકારની જાહેરખબર આપી છે. સોશિયલ મીડિયા સાઈટ રેડિટ પર આ ખબર વાઈરલ થઈ રહી છે. આ જાહેરખબરમાં મહિલાએ પોતાની સાસુ માટે બોયફ્રેન્ડ જોતો હોવાની વાત કહી છે અને સાથે જ બોયફ્રેન્ડ બનનારને 72 હજાર રૂપિયાનું વળતર આપવાની વાત પણ લખી છે.

ન્યૂયોર્કની હડસન વેલીની મહિલા દ્વારા ક્રેગલિસ્ટ પર આપવામાં આવેલ આ જાહેરખબરમાં લખવામાં આવ્યું છે કે, તેને પોતાની 51 વર્ષીય સાસુ માટે એક સાથીની જરૂર છે. જે તેની સાથે લગ્ન અને ભોજનમાં સામેલ થાય. બે દિવસ સુધી તેને સાસુ સાથે સમય વિતાવવો પડશે. જે માટે મહિલા તેને એક હજાર ડોલર એટલે કે 72 હજાર રૂપિયા આપશે.

આ મહિલાને એક લગ્નસમારોહમાં હાજરી પૂરાવવાની છે. એ માટે તે પોતાની સાસુને પણ લઈ જવા માગે છે. તેની ઈચ્છા છે કે આ લગ્નપ્રસંગમાં તેની સાસુ સુન્દર વસ્ત્રો સજ્જ થઈ, કપલમાં હાજરી પૂરાવે. જાહેરખબરમાં લખવામાં આવ્યું છે કે, ‘ઓગસ્ટમાં હું હડસન વેલીમાં એક લગ્ન માટે શુક્રવારની રાતથી શનિવારની રાત સુધી, મારી સાસુ માટે પુરુષમિત્રની ખોજમાં છું. તેને બે દિવસ સુધી મારી સાસુની સાથે રહેવું પડશે અને તેની કાળજી રાખવી પડશે.’

આ જાહેરખબરમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘મારી સાસુ સફેદ કલરના કપડાં પહેરશે. ભાડે બોયફ્રેન્ડ બનનારા વ્યક્તિએ એક કપલની માફક નાટક કરવું પડશે. બે દિવસ સુધી જે પણ આવું કરશે તેને એક હજાર ડોલર આપવામાં આવશે. ખાસ તો એ કે આ માટે જે તે વ્યક્તિની ઉંમર 40થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એ સારો ડાન્સર પણ હોય અને વાત પણ સારી રીતે કરી શકતો હોય.’

રેડિટ પર આ જાહેરખબર શેર થયા બાદ કોમેન્ટનું પૂર આવી ચૂક્યું છે. યુઝર્સ આ માટે કેટલાય લોકોની ભલામણ કરી રહ્યા છે. કેટલીક મહિલાઓ આ માટે પોતાના પતિને મોકલવા અંગે લખી રહી છે. તો કેટલાક યુઝર્સને આ ઉપયોગી જાહેરખબર લાગી રહી છે, જેમાં પૈસા કમાવવાની પૂરતી તક છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments