અમેરિકામાં ત્રણ નવેમ્બરે ચૂંટણીનું પરિણામ આવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઈ. જો કે, ટ્રમ્પે તે સમયે હાર સ્વીકારવાનો ઈનકાર કર્યો અને પરિણામો વિલંબમાં મુકાયા. ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડવા તૈયાર ન હતા. જો કે, હવે ચર્ચા છે કે ટ્રમ્પે હાર સ્વીકારી લીધી છે અને તેઓ વ્હાઈટ હાઉસ છોડવા તૈયાર થઈ ગયા છે. દાવો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા હસ્તાંતરણ કરવાની પ્રક્રિયા ને શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.
અમેરિકામાં સત્તા હસ્તાંતરણ કરવાની જવાબદારી GSA એટલે કે જનરલ સર્વિસ ઓફ એડમિનિસ્ટ્રેશનને છે. ટ્રમ્પે GSAને કહ્યું કે, જે પ્રક્રિયા કરવાની થાય છે તે કરો. જે બાદ GSA એક્ટિવ થયું છે. આ બાદ GSA એમિલી મર્ફીએ જો બાઈડેનને પત્ર લખ્યો છે અને સત્તા હસ્તાંતરણ પ્રકિયામાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. મર્ફીએ આ મુદ્દે કહ્યું હતું કે,“મારા પર કોઈ દબાણ નથી જે પરંપરા છે તે પ્રમાણે જ અમે કામ કરીશુ.”
બાઈડેનની નવી ટીમ તૈયાર
અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. જો બાઈડેને પોતાની ટીમમાં એવા લોકોને પણ સામેલ કર્યા છે જેઓ લાંબા સમય સુધી તેમના વિદેશ નીતિના સલાહકાર રહ્યા છે. જેમાં એન્ટની બ્લિંકેન, જોન કેરીનું નામ પણ સામેલ છે. બાઈડેનની ટીમમાં સામેલ મોટા ભાગના લોકો બરાક ઓબામાની ટીમનો હિસ્સો પણ રહી ચુક્યા છે.
સેક્રેટરી ઓફ સ્ટેટ બ્લિંકેન
એન્ટની બ્લિંકેનને સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે નિયુક્ત કરાયા છે જ્યારે પૂર્વ વિદેશ મંત્રી જોન કેરીને જલવાયુ માટે રાષ્ટ્રપતિના વિશેષ દૂતની જવાબદારી સોંપવામાં આવી છે. જોન કેરી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં બેસનારા પહેલા અધિકારી હશે.
એલેજાદ્રો મયોરકાસ
વકીલ એલેજાદ્રો મયોરકાસને સેક્રેટરી ઓફ હોમલેંડ સિક્યોરિટીનું પદ અપાયું છે. તેમણે ઓબામા-બાઈડેનના કાર્યકાળમાં હોમલેન્ડ સિક્યોરિટીના ડેપ્યુટી સેક્રેટરીનું પદ સંભાળ્યું હતુ.
એવરલિ હેન્સ
જ્યારે CIAના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર એવરલિ હેન્સને નેશનલ ઈન્ટેલિજન્સના નિર્દેશક બનાવાયા છે. એવરિલ લાંબા સમય સુધી બાઈડન માટે અલગ અલગ પદ માટે કામ કરી ચુક્યા છે.
જેક સુલ્લિવન
બાઈડેને જેક સુલ્લિવનને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કર્યા છે.
થોમસ-ગ્રીનફિલ્ડ
થોમસ-ગ્રીનફિલ્ડ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે.
જો બાઈડેને શું કહ્યું ?
બાઈડેને પોતાની ટીમની જાહેરાત કરતા કહ્યું કે, “જ્યારે વાત રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિની આવે છે ત્યારે અમારે સમય બરબાદ ન કરવો જોઈએ. મારી ટીમમાં સામેલ પ્રત્યેક વ્યક્તિ અનુભવી છે અને તેઓ જાણે છે કે સંકટના સમયમાં કેવી રીતે કામ કરી શકાય. અત્યારે અમે અમેરિકાના લોકોની સેવા કરીશુ અને સારો, ન્યાયપૂર્ણ અને સંયુક્ત દેશ તૈયાર કરવાની દિશામાં કામ કરીશું. ” જો કે, મિત્રો ભલે બાઈડેને પોતાની ટીમ બનાવી લીધી છે પણ તેને સેનેટ સ્વીકારે તે જરૂરી છે
ચીનના પેટમાં તેલ રેડાયુ
બીજી તરફ ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીને બાઈડેનને અમેરિકાના સૌથી નબળા રાષ્ટ્રપતિ કહી દીધા છે. ચીની સલાહકાર યોંગશિયએ કહ્યું કે, બાઈડેન અમેરિકાના સૌથી નબળા રાષ્ટ્રપતિ છે. તેમની સામે ઘરેલુ અને રાજનીતિક મોર્ચે અનેક પડકાર છે. તેણે કહ્યું કે, બાઈડેન વ્હાઈટ હાઉસમાં જશે પછી ઘરેલું સમસ્યાના સમાધાનની જગ્યાએ અમેરિકી જનતાનું ધ્યાન બીજી તરફ જ ખેંચશે. આવા સમયે બાઈડેન ચીન પ્રત્યે અમેરિકાની નારાજ જનતાનો ફાયદો પણ ઉઠાવી શકે છે. વધુમાં તેણે
કહ્યું કે, અમેરિકી સમાજ વિખેરાઈ રહ્યો છે બાઈડેન તેમના માટે કંઈ નહીં કરે. બાઈડન પાસે અમેરિકાની આ આંતરિક સમસ્યાનું કોઈ સમાધાન નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત