Homeગામનાં ચોરેતાલીબાનીઓએ હુમલો જ એટલા માટે કર્યો હતો કારણ કે ત્યાં દાનિશ સિદ્દીકી...

તાલીબાનીઓએ હુમલો જ એટલા માટે કર્યો હતો કારણ કે ત્યાં દાનિશ સિદ્દીકી હતા

Team Chabuk-International Desk: પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા ન તો અફઘાનિસ્તાનમાં ક્રોસ ફાઈરિંગ વચ્ચે થઈ કે ન તો સુરક્ષાની ચૂક થવાના કારણે થઈ. તાલિબાનીઓ દ્વારા દાનિશની ઓળખ થયા બાદ જ તેની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ ખુલાસો અમેરિકાના એક સામાયિકે ગુરૂવારના રોજ પ્રકાશિત પોતાના અહેવાલમાં કર્યો હતો.  

38 વર્ષીય સિદ્દીકી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધને કવર કરવા માટે ગયા હતા. કંધારના સ્પિન બોલ્ડકમાં તાલિબાન અને અફઘાનિસ્તાનના સૈનિકો વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષને કવર કરતા દરમ્યાન તેમનું મોત થઈ ગયું હતું. વોશિંગ્ટન એક્ઝામિનર રિપોર્ટના જણાવ્યા અનુસાર, સિદ્દીકી અફઘાન નેશનલ આર્મી ટીમની સાથે સ્પિન બોલ્ડક વિસ્તારમાં ગયા હતા. આ વિસ્તાર પાકિસ્તાનને ટચ કરે છે. જ્યારે તેઓ કસ્ટમ પોસ્ટથી થોડા અંતરે જ હતા, ત્યારે તાલિબાનની ટીમે તેમના પર હુમલો કરી દીધો હતો. જેમાં કમાન્ડર અને કેટલાક જવાન સિદ્દીકીથી અલગ થઈ ગયા હતા અને તેમની સાથે માત્ર ત્રણ લોકો જ બચ્યા હતા.

હુમલા દરમ્યાન સિદ્દીકીને ગોળીઓના છરા વાગ્યા હતા. જેથી તેઓ અને તેમની ટીમ પ્રાથમિક સારવાર માટે નજીકમાં આવેલી મસ્જિદમાં ગયા હતા. જોકે જેવી એ વાત ફેલાય કે એક પત્રકાર મસ્જિદમાં છે, તાલિબાનીયોએ હુમલો કરી દીધો હતો. સ્થાનિક તપાસમાં ખબર મળી કે મસ્જિદમાં એટલા માટે હુમલો કરવામાં આવ્યો, કારણ કે ત્યાં દાનિશ સિદ્દીકી હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તાલિબાન દ્વારા બંધક બનાવ્યા ત્યાં સુધી સિદ્દીકી જીવંત હતા. તાલિબાને તેમની ઓળખ કરી અને પુષ્ટી થયા બાદ તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. અફઘાન ટીમના કમાન્ડર અને ટીમના અન્ય સાથીઓ સિદ્દીકીને બચાવવાના પ્રયત્નમાં મૃત્યુ પામ્યા હતા.

અમેરિકી એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટીટ્યૂટમાં વરિષ્ઠ ફેલો તરીકેની ભૂમિકા ભજવતા માઈકલ રુબિને લખ્યું હતું કે, તેમણે સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં વાઈરલ થયેલી સિદ્દીકીની તસવીરો જોઈ હતી. સાથે જ તેમની અન્ય તસવીરો અને ભારત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ સિદ્દીકીના વીડિયોની સમીક્ષા કરી હતી. જેથી જાણ થઈ કે તાલિબાને સિદ્દીકીના માથાની ચારે બાજુ મારપીટ કરી હતી અને બાદમાં તેને ગોળીઓ મારવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments