Team Chabuk-International Desk: 21મી સદીના બુદ્ધિજીવીઓમાં સ્ટીવ જોબ્સનું નામ ટોચ પર આવે છે. સ્ટીવ ખૂદ એક ઈતિહાસ છે. એપલ કંપનીને ઊભી કરવાથી લઈને, એનિમેશન કંપની પિક્સાર સુધીમાં તેણે પોતાના જીવનના કંઈ કેટલાય ઉતાર ચઢાવ જોયા છે. એ તમામ ઉતાર ચઢાવને તેણે વોલ્ટર આઈઝેક્શન દ્વારા લખાયેલી તેની આત્મકથામાં પણ સ્થાન આપ્યું છે. મૃત્યુના આટલા વર્ષ બાદ સ્ટીવ જોબ્સ ફરી એક વખત ચર્ચામાં છે.
છેલ્લા કેટલાય વર્ષોથી સ્ટીવ જોબ્સની કેટલીક વસ્તુઓની હરરાજી કરોડોમાં થઈ રહી છે. આ વખતે સ્ટીવ જોબ્સની એક જૂની નોકરી માટેની અરજીની ચોથી વખત હરરાજી કરવામાં આવી હતી. આ વખતે તેમાં NFT વર્ઝનનો સમાવેશ કરવામાં આવ્યો છે. NFT એટલે કે ડિઝીટલ વર્ઝનનો.
આ નોકરી માટેની અરજી સ્ટીવ જોબ્સે 1973ની સાલમાં કરી હતી. જ્યારે તેની વય 18 વર્ષની હતી. આશ્ચર્યની વાત એ છે કે નોકરીની જે એપ્લિકેશનની હરરાજી કરવામાં આવી છે, એ એકમાત્ર એવી એપ્લિકેશન છે જે જોબ્સે જીવનભર સાચવીને રાખી હોય.
2017ની સાલમાં જ્યારે પ્રથમ વખત હરરાજી કરવામાં આવી હતી ત્યારે તેમાંથી 18,750 ડોલર ઉપજ્યા હતા. 2018માં 174, 757 અને ગત માર્ચ મહિનામાં 222,400 ડોલર મળ્યા હતા. આ વખતે જોબ્સની જોબ એપ્લિકેશનના ફિઝીકલ અને ડિઝીટલ એપ્લિકેશન બંને ઉપલબ્ધ હતી. જેથી હરારાજી કરનારાઓ એ વાતથી જ્ઞાત હતા કે પહેલા કરતા વધારે રૂપિયા મળશે અને થયું પણ એવું જ.
આ એપ્લિકેશનની હરરાજી ઓનલાઈન કરવામાં આવી હતી. જેથી દેશ વિદેશનો કોઈ પણ વ્યક્તિ રકમ આપી તેને ખરીદી શકે. ફિઝીકલ વર્ઝનના આશરે બે કરોડ અને NFT વર્ઝનમાંથી 23 હજાર ડોલર ઉપજ્યા છે. આ નોકરીની એપ્લિકેશનમાં સ્ટીવે પોતાનું નામ, સરનામું, ફોન, મુખ્ય ભાષા, ડ્રાઈવિંગ લાઈસન્સ અને સ્પેશિયલ એબિલિટીઝના વિભાગ ભર્યા છે. હરારાજીમાં એ વાત પહેલા જ કહી દેવામાં આવી હતી કે આ અરજી સારી કન્ડિશનમાં છે.
ગત માર્ચ મહિનામાં સ્ટીવ જોબ્સની નોકરી માટેની અરજીના હરરાજીમાં 1.6 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. જ્યારે 2021માં ચોથી વખત થયેલી હરારાજીમાં 343,000 ડોલર્સ એટલે કે બે કરોડ રૂપિયા મળ્યા છે. જેથી સ્ટીવ જોબ્સ પાછળ રહેલું લોકોનું પાગલપન અને તેની એક એક વસ્તુ મેળવવા માટે રૂપિયા પાણીની જેમ વહાવી દેતા તેના ફેન્સની આજે પણ કમી નથી.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ