Team Chabuk-Gujarat Desk: ગ્રંથાલયમાં જેમનું આઈડી કાર્ડ હશે તેમને ખ્યાલ હશે કે ગ્રંથાલયમાં નિયત સમય મર્યાદામાં લીધેલું પુસ્તક પરત કરવાનું હોય છે. જો આમ નથી કરવામાં આવતું તો ગ્રંથાલયકર્તા દ્વારા એક દિવસના પેટે કેટલાક દંડની રકમ વસૂલવામાં આવે છે. જેટલા દિવસ પરત કરવામાં ન આવે એટલા દિવસના પૈસા ચડતા જાય છે. માની લો કે ગુજરાતનાં કોઈ ગ્રંથાલયમાં 14 દિવસ માટે એક પુસ્તક વાંચવા આપે છે. 14 દિવસ બાદ પુસ્તક પરત કરવામાં ન આવે તો ગ્રંથપાલ એક એક રૂપિયા ચડાવતા જાય છે. વીસ દિવસે પૈસા પરત કરો તો વીસ રૂપિયા. આ તેનું સામાન્ય ગણિત છે.
આ રીતે જ એક વ્યક્તિ ગ્રંથાલયમાંથી બુક લઈ ગઈ હતી અને પચાસ વર્ષ બાદ પરત કરી. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અડધી સદી પહેલા આ પુસ્તક રિન્યુ કરવામાં આવ્યું હતું, જે હવે છેક ઉત્તરપૂર્વીય પેન્સિલવેનિયાના એક પુસ્તકાલયમાં પરત કરવામાં આવ્યું છે.
બિલ્કેસ બૈરે સિટીઝન્સ વોયસની રિપોર્ટના જણાવ્યા અનુસાર બર્ટન હોબ્સન દ્વારા લખવામાં આવેલું પુસ્તક કોઈન્સ યૂ કેન કલેક્ટની 1967ની એક કોપી ગત મહિને લુઝર્ન કાઉન્ટીના પ્લાયમાઉથ પબ્લિક લાઈબ્રેરીમાં 20 ડોલર એટલે કે 1,483 રૂપિયા ભરી પરત કરવામાં આવી છે.
પુસ્તકની સાથે એક પત્ર પણ હતો જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘પચાસ વર્ષ પહેલા (હા પચાસ વર્ષ) એક નાની છોકરીએ 1971માં આ પુસ્તકને લાઈબ્રેરીમાંથી લીધું હતું.’ પત્રમાં પુસ્તકને સંબોધન કરી લખવામાં આવ્યું છે કે, ‘જેવી રીતે તમે જોઈ શકો છો. મેં પુસ્તકની ખૂબ સારી રીતે સારસંભાળ રાખી છે. હું હંમેશાં આ પુસ્તકને પરત કરવા ઈચ્છતી હતી. જોકે કોઈ ને કોઈ રીતે તક નહોતી મળતી.’
પત્ર લખનારી મહિલાએ આગળ લખ્યું છે કે, ‘હું જાણતી હતી કે, વીસ ડોલર જેટલો દંડ તો નહીં જ ભરવો પડે, જોકે હું ઈચ્છું કે આટલી રકમથી અન્ય કેટલાય બાળકોનાં દંડને પણ ભરી દેવામાં આવે.’ આ પુસ્તકાલયની નિર્દેશક લૌરા કેલરે કહ્યું હતું કે, ‘પત્રમાં જે રીતે લખવામાં આવ્યું હતું એ રીતે જ એક અન્ય મહિલાનો પણ દંડ ભરી દેવામાં આવ્યો છે. ગ્રંથાલયનો નિયમ છે કે દંડ જો 5 ડોલરથી વધી જાય છે તો પુસ્તકાલયમાંથી પુસ્તક લેવાના અધિકારને નિલંબિત કરી દેવામાં આવે છે.’
કેલરે એ પણ જણાવ્યું હતું કે, ‘આ પુસ્તક અને પત્ર ટૂંક સમયમાં ગ્રંથાલયમાં પ્રદર્શની માટે મૂકવામાં આવશે. પુસ્તક કોણે લીધું હતું તેની ઓળખ હજુ સુધી તો ગુપ્ત છે, પણ જો સમાચારમાં આ ઘટના છપાય છે તો કદાચિત તેમને પણ ખબર પડી જશે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત