Homeગામનાં ચોરે15 વર્ષથી વધારે ઉંમરની પત્ની સાથે બાંધેલા શારીરિક સંબંધ દુષ્કર્મની શ્રેણીમાં ન...

15 વર્ષથી વધારે ઉંમરની પત્ની સાથે બાંધેલા શારીરિક સંબંધ દુષ્કર્મની શ્રેણીમાં ન આવે: અલ્હાબાદ હાઈકોર્ટ

Team Chauk-National Desk: ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ગુરૂવારના રોજ એક નિર્ણય સંભળાવ્યો હતો. અદાલતે એક કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે 15 વર્ષથી વધારે ઉંમરની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવા એ દુષ્કર્મમાં ખપાશે નહીં. સગીર પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવાના કેસમાં હાઈકોર્ટે આરોપી પતિની જામીન અરજી મંજૂર કરી હતી. આ કેસમાં પતિ ઉપર પત્નીને દહેજ માટે પ્રતાડિત કરવું અને સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરવાનો આરોપ લાગ્યો હતો.

આ કેસ ઉત્તર પ્રદેશના મુરાદાબાદનો છે. મુરાદાબાદના વતની એવા ખુશાબે અલીની જમાનત અરજી પર ન્યાયાધીશ અસલમે સુનાવણી કરી હતી. જ્યાં પતિએ પોતાના પતિની વિરૂદ્ધ દહેજ, મારપીટ કરવી અને જબરદસ્તી શારીરિક સંબંધો બાંધવાને લઈ કેસ દાખલ કર્યો હતો. આ માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં પતિ દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી હતી.

2013ની સાલમાં આઈપીસીની કલમ 375માં કરવામાં આવેલા સંશોધન બાદ 15 વર્ષથી વધારે આયુષ્ય ધરાવતી પત્નીની સાથે શરીરસુખ માણવું એ દુષ્કર્મની કેટેગરીમાં નથી આવતું. કોર્ટે આ અંગે કહ્યું હતું કે કલમ 375માં કેટલાય સંશોધનો કરવામાં આવ્યા છે. આ પહેલા કેરળની હાઈકોર્ટે પણ મહત્વનો નિર્ણય લેતા નિવેદન આપ્યું હતું કે, પીડિતાની જાંઘોની વચ્ચે કોઈ પણ ખોટી હરકત કરવામાં આવે છે, તો તે બળાત્કારની જ શ્રેણીમાં માનવામાં આવશે અને તે બળાત્કારના અપરાધની સમકક્ષ જ ગણાશે.

હાલમાં જ એક અન્ય કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, લગ્નનો ખોટો વાયદો આપી શારીરિક સંબંધ બનાવવા તે પણ રેપ અપરાધની શ્રેણીમાં આવવું જોઈએ. હાઈકોર્ટે આ કેસને લઈ કાયદો બનાવવાની વાત પણ કહી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments