Homeસિનેમાવાદઅમેરિકન સિંગરના માથામાં રહેલો 174 કરોડનો હીરો અવળચંડા ફેને ખેંચી લીધો

અમેરિકન સિંગરના માથામાં રહેલો 174 કરોડનો હીરો અવળચંડા ફેને ખેંચી લીધો

Team Chabuk-International Desk: અમેરિકાના રેપર લિલ ઉજી વર્ટે આ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં પોતાના કપાળના ભાગે ગુલાબી રંગનો હીરો જડાવ્યો હતો. અમેરિકાના સિંગરનો હીરો કપાળની બિલકુલ વચ્ચેના ભાગમાં જાણે શંકરનું ત્રીજું નેત્ર હોય તે રીતે હતો. હવે આ હીરાને લઈ વર્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે કોઈ ફેને તેને ભીડમાં તેના માથામાંથી ખેંચી લીધો છે.

લિલ ઉજી વર્ટે જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં તેણે એક સિંગિગ પ્રોગ્રામ કર્યો હતો. જેમાં તે ભીડની વચ્ચે ચાલ્યો ગયો હતો. આ વચ્ચે કોઈ અવળચંડા ફેને તેના માથામાં રહેલો હીરો આંચકી લીધો. આ હીરાની કિંમત 24 મિલિયન ડોલર એટલે કે 174 કરોડ રૂપિયાથી વધારે હતી.

વર્ટે કહ્યું, મારો રોલિંગ લાઉડમાં એક શો હતો અને હું ભીડમાં કૂદી ગયો. કોઈએ એ હીરો મારા માથામાંથી ખેંચી લીધો. જોકે હું સારું અનુભવી રહ્યો છું કારણ કે હીરો હજુ પણ મારી પાસે છે.

રિપોર્ટ પ્રમાણે રેપર લિલ ઉજી વર્ટે પોતાના માથા પર જે ગુલાબી રંગના 11 કેરેટના હીરાને લગાવ્યો હતો તેની કિંમત 24 મિલિયન ડોલર હતી. રેપરે આ અંગે જણાવ્યું કે તે વર્ષ 2017થી આ હીરાની કિંમતનું ભુગતાન કરી રહ્યો હતો. હીરો ડિઝાઈન કરનારી કંપની ઈલિયટને તેણે પેમેન્ટ કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે, લલાટના ભાગે ગુલાબી રંગનો હીરો પહેરવો એ તેનું સ્વપ્ન હતું. જે માટે તેણે બેઉં રીતે મોટી કિંમત ચૂકાવી ચૂક્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments