Homeગામનાં ચોરેઆ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા સલાહકાર, લાલુને મોકલ્યા હતા જેલ

આ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા સલાહકાર, લાલુને મોકલ્યા હતા જેલ

Team Chabuk-National Desk: 1985ની બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી અને પૂર્વ માનવ સંસાધન અને સૂચના પ્રસારણ સચિવ અમિત ખરેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. મંગળવારના રોજ તેમનો નિયુક્તિ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરના રોજ તેઓ ઉચ્ચ શિક્ષા સચિવના પદ પરથી સેવાનિવૃત્ત થયા હતા.

advertisement-1

મંત્રિમંડળની નિયુક્તિ સમિતિએ ખરેને પીએમ મોદીના સલાહકાર નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પીએમઓમાં તેમની સંવિદા નિયુક્તિ ભારત સરકારના સચિવની રેન્ક અને સ્કેલ પર કરવામાં આવી છે. તેઓ બે વર્ષ સુધી આ પદ પર રહેશે. તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશમાં નવી શિક્ષા નીતિ 2020 બનાવવા અને સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં રહેતા ડિઝિટલ મીડિયા નિયમોમાં પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

advertisement-1

અમિત ખરેની પીએમઓમાં નિયુક્તિ પૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હા અને પૂર્વ સચિવ અમરજીત સિન્હાના આ વર્ષે જ પીએમઓમાં સલાહકારનું પદ છોડ્યા બાદ થઈ હતી. ખરે પૂર્ણ પારદર્શિતાની સાથે સ્પષ્ટ નિર્ણય લેનારા અધિકારીઓના રૂપમાં ઓળખાય છે. તેઓ એ પસંદગીના સચિવોમાંથી એક છે, જેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધીન કેન્દ્રિય માનવ સંસાધન મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષા અને સ્કૂલી શિક્ષા વિભાગના પ્રમુખ અને સૂચના અને પ્રસારણ સચિવનું પદ સંભાળ્યું હોય. અમિત ખરે આ સિવાય રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડના કેસમાં જેલ પણ મોકલાવી ચૂક્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments