Team Chabuk-Entertainment Desk: અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, ડેની, બોમન ઈરાની અને પરિણીતી ચોપરાની ફિલ્મ ‘ઉંચાઇ’નું શાનદાર ટ્રેલર રિલીઝ થયું છે. આ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે, જેમાં બોમન ઈરાની અને નીના ગુપ્તા પણ મહત્વની ભૂમિકામાં છે. સૂરજ બડજાત્યા દ્વારા નિર્દેશિત ફિલ્મ ઉંચાઇની વાર્તા મિત્રતા પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર પણ હૃદય સ્પર્શી છે. ટ્રેલરમાં અમિતાભથી લઈને બોમન સુધીના તમામ સ્ટાર્સનું શાનદાર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે.
ટ્રેલરમાં પરિણીતી ચોપરા ટુરિસ્ટ ગાઈડના રોલમાં જોવા મળી રહી છે. જ્યારે બોમન, અમિતાભ અને અનુપમ ત્રણેય ખૂબ જૂના મિત્રો છે. ઉલ્લેખનીય છે કે બિગ બીની ફિલ્મ ‘ Uunchai ‘ આવતા મહિને 11 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે. લગભગ 2 મિનિટ 50 સેકન્ડના આ ટ્રેલર વીડિયોમાં શાનદાર ડિરેક્શનની ઝલક સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ફિલ્મ ‘ Uunchai ‘ની ટેગલાઈન છે ‘ફ્રેન્ડશિપ ઈઝ ધેર ઈન્સ્પિરેશન’. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેંગઝોમ્પા લાંબા સમયથી મિત્રો છે. ટ્રેલરના એક દ્રશ્યમાં ડેની પણ પોતાનો જન્મદિવસ ઉજવતો જોવા મળે છે. આ પછી તેના આકસ્મિક મૃત્યુથી બધાને આઘાત લાગે છે. વાર્તામાં બતાવવામાં આવ્યું છે કે ડેની માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર જવા માંગતો હતો!
ફિલ્મમાં ડેની તેના બાળપણના મિત્રો સાથે ફરીથી જીવન જીવવા માંગતો હતો! હવે ફિલ્મની આખી વાર્તા આના પર આધારિત છે. ડેનીના ત્રણ મિત્રો અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાની તેમના મિત્રની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે ‘ઊંચાઈ’ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
