Team Chabuk-National Desk: સામાન્ય રીતે નાના બાળકો પોલીસને જોઈનેે છુપાઈ જતા હોય છે. તેમને ડર લાગતો હોય કે ક્યાંક પોલીસ તેમને પકડી જશે. જ્યારે કોઈ બાળક તોફાન કરતું હોય તો પણ પોલીસનું નામ પડે કે તેઓ તોફાન બંધ કરી દે છે. જો કે, મધ્યપ્રદેશનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે હસવું રોકી નહીં શકો. અહીં બાળક પોલીસથી ડરવાની જગ્યાએ તેમની પાસે પહોંચે છે અને બેધડક ફરિયાદો કરે છે એ પણ એની માતાની.
મધ્યપ્રદેશના એક પોલીસ સ્ટેશનમાં ત્યારે હાસ્યનો માહોલ છવાઈ ગયો જ્યારે એક નાનકડુ બાળક તેની માતાની ફરિયાદ કરવા ત્યાં પહોંચ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે બાળકની ઉંમર માત્ર 2 વર્ષ છે. બાળકે કહ્યું, “મમ્મી ચોકલેટ ચોરી કરે છે, ઠપકો આપે છે, તેને જેલમાં મોકલી દો.” બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
2 વર્ષનું બાળક પોલીસ સ્ટેશન પહોંચ્યું, કહ્યું- ‘મમ્મી ચોકલેટ ચોરી કરે છે, જેલમાં મોકલી દો’, VIDEO વાયરલ#MPPolice #MadhyaPradeshPolice #viralvideos2022 pic.twitter.com/ZpZeqDV6Q5
— thechabuk (@thechabuk) October 18, 2022
તો બીજી તરફ લોકો આ વીડિયો જોઈને રમૂજી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક ટ્વીટર યુઝર લખે છે કે, “જો કાર્યવાહી નહીં થાય તો આ બાળક કોર્ટમાં પણ જઈ શકે છે. પોલીસે ધ્યાન રાખવું જોઈશે કારણ કે કોર્ટ પોતે પણ સંજ્ઞાન લઈ શકે છે.”
મધ્યપ્રદેશના ગૃહ રાજ્યમંત્રી નરોત્તમ મિશ્રાએ બાળકને સાયકલ અને ચોકલેટ મોકલી#MP #MadhyaPradesh pic.twitter.com/WdOmBdX654
— thechabuk (@thechabuk) October 18, 2022
જ્યારે આ મામલો રાજ્યના ગૃહમંત્રી સામે આવ્યો તો તેમણે બાળકને દિવાળીની ભેટ મોકલી છે. જે તેની માતા વિરુદ્ધ FIR નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. નાના બાળક માટે રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ સાયકલ અને ચોકલેટ મોકલી હતી. નરોત્તમ મિશ્રાનો બાળક સાથે પ્રેમથી વાત કરતો વીડિયો પણ સામે આવ્યો છે.
મધ્યપ્રદેશના ગૃહ રાજ્યમંત્રી નરોત્તમ મિશ્રાનો બાળક સાથે વીડિયો કોલના માધ્યમથી વાત કરી#MadhyaPradesh #MPHomeminister #NarottamMishra pic.twitter.com/9ZOWpjgkHs
— thechabuk (@thechabuk) October 18, 2022
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત