Homeસિનેમાવાદહવે આમિર ખાને જે નિર્ણય લીધો તેની પ્રશંસા કરીએ એટલી ઓછી છે

હવે આમિર ખાને જે નિર્ણય લીધો તેની પ્રશંસા કરીએ એટલી ઓછી છે

આ મારી છેલ્લી પોસ્ટ છેઃ આમિર

Team Chabuk- Bollywood Desk:આમિર ખાને સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી દીધી છે. આમિર ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, મિત્રો મારા જન્મદિસે તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભાર. મારુ દિલ ભરાઈ ગયું. સાથે જ તેણે લખ્યું છે કે અન્ય સમાચાર એ છે કે સોશિયલ મીડિયા પર આ મારી છેલ્લી પોસ્ટ છે. બીજે બધે ઘણો એક્ટીવ હોઉ છુ તેથી મે સોશિયલ મીડિયા છોડવાનો નિર્ણય લીધો છે. પહેલાંની જેમ આપણે એકબીજા સાથે વાતચીત કરતાં રહીશું. વધુમાં AKPએ ઓફિશિયલ ચેનલ શરૂ કરી છે. ભવિષ્યમાં મારી તથા મારી ફિલ્મની અપડેટ્સ તમને અહીંથી મળી રહશે. આ ઓફિશયલ હેન્ડ છે. @akppl_official.  બહું બધો પ્રેમ.

ફેન્સ કહી રહ્યા છે ન છોડો સોશિયલ મીડિયા

આ પોસ્ટ આમિર ખાને ઈન્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આમિર ખાનની આ પોસ્ટ બાદ ફેન્સ તેને સોશિયલ મીડિયા ન છોડવા આગ્રહ કરી રહ્યા છે. આમીર ખાનની એક ફેનએ લખ્યું છે કે, ના આમિર અમે તારી પાસેથી સતત અપડેટ ઈચ્છી રહ્યા છીએ. નહીં કે બીજા લોકો પાસેથી. અને મહેરબાની કરીને તુ તારા ફેન્સ માટે એક્ટીવ રહે. આભાર.

ઈન્સ્ટા પર આમિરના અઢળક ફોલોઅર્સ

આમિર ખાન આમ તો સોશિયલ મીડિયા પર એટલો એક્ટીવ નથી જેટલા બીજા અભિનેતાઓ અને અભિનેત્રીઓ રહેતા હોય છે. ઈન્સ્ટાગ્રામ પર આમિર ખાનના 3.6 મિલિયન ફોલોઅર્સ છે. જોકે, અત્યાર સુધીમાં આમિરે તેના ઈન્સ્ટા આઈડી પર માત્ર 147 પોસ્ટ જ મુકી છે. જેમાંની છેલ્લી પોસ્ટમાં તેણે માહિતી આપી છે કે તે હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરે.

આમિરની આ પોસ્ટ પર આ લખાય છે ત્યા સુધીમાં કુલ 1 લાખ 11 હજારથી પણ વધુ લાઈક્સ છે. આ ઉપરાંત 1 હજાર 700થી વધુ કોમેન્ટ્સ પણ છે. જેમાં કેટલાક ફેન્સે તેને ફરીથી જન્મદિવસની શુભકામનાઓ આપી છે.

14 માર્ચે હતો જન્મદિવસ

આમિર ખાનનો 14 માર્ચે જ જન્મદિવસ હતો. જન્મદિવસે આમિર પર ફેન્સે શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો. સાથે સાથે તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી હતી.

એક મહિના પહેલાં કરી હતી આ જાહેરાત

એક મહિના પહેલાં આમિર ખાને જાહેરાત કરી હતી કે તે જ્યાં સુધી પોતાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ નહીં થાય ત્યાં સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરે. હવે આ જ નિર્ણય તેણે પોતાના અંગત જીવનમાં પણ લઈ લીધો છે. પહેલી ફેબ્રુઆરીથી તેણે કામ સિવાય મોબાઈલ અડ્યો નથી.

મહિના પહેલાં નિર્ણય લેવાયો હતો કે જો આમિરના નજીકના કોઈ વ્યક્તિને વાત કરવી હશે તો પણ તેના મેનેજર સાથે વાત કરવાની રહેશે. એટલું જ નહીં આમિરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ટીમને મેનેજ કરવા આપી દીધા હતા.

ક્યારે રિલીઝ થશે ‘લાલ સિંહ ચઢ્ઢા’ ?

Image corurtesy: instagram

આમિર ખાન અભિનીત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા આ જ વર્ષે એટલે કે 2021માં નાતાલના દિવસે રિલીઝ કરવાનું આયોજન છે. લાલ સિંહ ચઢ્ઢામાં આમિરની સાથે કરીના કપૂર અને મોના સિંહ પણ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન અદ્વૈત ચંદને કર્યું છે. આમિર ખાનના ફેન લાલ સિંહ ચઢ્ઢાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments