Homeગામનાં ચોરેવેક્સિન કંપનીએ શું કહ્યું જ્યારે ખબર પડી કે અનિલ વીજ તો રસી...

વેક્સિન કંપનીએ શું કહ્યું જ્યારે ખબર પડી કે અનિલ વીજ તો રસી લીધા પછી કોરોનાગ્રસ્ત થયા

હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજ કોરોનાગ્રસ્ત થયા છે. તેમણે 20 નવેમ્બરે જ ભારત બાયોટેકની કોવેક્સિનનો ડોઝ લીધો છે. તેઓ વોલેન્ટિયર્સમાં સામેલ થયા હતા. જેને લઈને કોવેક્સિન વિવાદમાં આવી છે. સોશિયલ મીડિયામાં કોવેક્સિન મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે કે શું કોરોનાની આ વેક્સિન કોરોના સામે લડવામાં અસમર્થ છે ?

આ મુદ્દે હવે ભારત બાયોટેકે સ્પષ્ટતા કરવી પડી છે. ભારત બાયોટેકે કહ્યું છે કે, વેક્સિન કેટલી અસરકારક છે તેનું અનુમાન ટ્રાયલ થયા બાદ જ જાણી શકાશે. કંપનીએ કહ્યું કે, ટ્રાયલ  રેન્ડમ અને ડબલ બ્લાઈંડેડ છે. એવામાં એ સ્પષ્ટ ન થઈ શકે કે અનિલ વીજને વેક્સિનનો પહેલો ડૉઝ અપાયો હતો કે માત્ર પ્લેસિબો અપાયો હતો.

ભારત બાયોટેકે કહ્યું કે, કોવેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ્સ 2 ડોઝના શેડ્યૂલ પર આધારિત છે. જે 28-દિવસના અંતરે આપવામાં આવે છે. રસીની અસરકારકતા બીજા ડોઝના 14 દિવસ પછી જાણી શકાય છે.  કોવેક્સિન બંને ડોઝ મેળવ્યા બાદ અસરકારક સાબિત થશે. ફેઝ -3 ટ્રાયલ્સ ડબલ બ્લાઇન્ડ અને રેન્ડમાઇઝ્ડ છે. જેમાં 50 ટકા વોલેન્ટિયર્સને રસી અપાય છે અને 50 ટકાને પ્લેસિઓ આપવામાં આવે છે.

આ મુદ્દે સોશિયલ મીડિયા પર અફવાઓનો દોર શરૂ થયો છે. જેને લઈને કેટલાક નિષ્ણાતો પણ મેદાન આવ્યા છે. અને અફવાઓ પર ધ્યાન ન દેવા અપીલ કરી છે. કેટલાક નિષ્ણાતોએ કહ્યું છે કે, અફવાઓ પર ધ્યાન ન આપવું સોશિયલ મીડિયા પર વેક્સિનની અસરકારકતા પર સવાલો ઉઠ્યા છે તે પાયા વિહોણા છે.

કોવેક્સિનના ટ્રાયલમાં સામેલ થનારા ડોક્ટરે શું કહ્યું ?

ટ્રાયલ દરમિયાન દરેકને રસીનો ડોઝ આપવામાં આવતો નથી. મને રસી અથવા પ્લેસબો મળ્યો છે, તે એક રહસ્ય છે. તે ટ્રાયલમાં ભાગ લેનારા અને ડોઝ આપનારને ખબર નથી હોતી. તે કોડ દ્વારા ટ્રેક કરવામાં આવે છે. એ કહેવું એકદમ ખોટું છે કે તે અનિલ વિજ રસી અપાયા બાદ કોરોનાગ્રસ્ત થયા છે.  આ ખોટો મેસેજ જાય છે. અડધા વોલેન્ટીયર્સને રસી આપવામાં આવે છે અને અડધાને અન્ય દવાઓ આપવામાં આવે છે. આવું રસીની અસરકારકતા ચકાસવા માટે કરવામાં આવે છે. ટ્રાયલના અંતમાં આ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે.

ICMRના પૂર્વ વૈજ્ઞાનિકે શું કહ્યું ?

આપણે ક્યારેય એમ કહી શકતા નથી કે રસી નિષ્ફળ ગઈ છે. આનાં બે કારણો છે. પ્રથમ, રસી પરીક્ષણો ઘણીવાર પ્લેસબો નિયંત્રિત ટ્રાયલ હોય છે. તેઓ આવું કરે છે જેથી તે જાણી શકાય નહીં કે રસી કોને આપવામાં આવી હતી અને કોને નથી આપવામાં આવી. આ રસીના પરિણામો પર નોંધપાત્ર અસર કરે છે. બીજું, મોટાભાગની રસી એક માત્રાની હોય છે પરંતુ કેટલાક સજીવો એવા હોય છે જેને વધારે માત્રાની જરૂર હોય છે. અનિલ વિજ વિશે ભવિષ્યમાં આપણને જાણ થાય કે તેમને રસીનો ડોઝ આપ્યો હતો તો પણ આપણે આશ્ચર્યમાં ન મૂકાવું જોઈએ કારણ કે આ હજુ અધુરો ડોઝ છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે આ બે ડોઝની વેક્સિન છે.

કોવેક્સિન વિશે જાણો

ભારત બાયૉટેક ઇન્ટરનેશનલ ‘કોવૅક્સિન’ નામની આ સ્વદેશી રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ભારત બાયોટેકે ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે મળીને આ રસીને વિકસાવી છે. 26 હજાર વોલેન્ટિયર્સ પર રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે.

કોરોના સંક્રમિત થયાની જાણકારી અનિલ વીજે પોતે જ આપી હતી. ટ્વીટ સંદેશમાં તેમણે લખ્યું હતું કે, મારો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. હું અંબાલા કૅન્ટની સિવિલ હૉસ્પિટલમાં દાખલ છું.તાજેતરમાં જે  લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને હું સલાહ આપું છું કે તેઓ પોતાની તપાસ કરાવી લે.

જે રીતે સોશિયલ મીડિયા પર રસી વિશે જાણ્યા વગર જ મેસેજ ફોરવર્ડ થઈ રહ્યા છે તેવા મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં વિચારવું જોઈએ. જાણ ન હોય તો આવા મેસેજને ફોર્વર્ડની જગ્યાએ ડિલિટ કરવા જોઈએ. ચાબુક પણ સોશિયલ મીડિયા યુઝર્સને વિનંતી કરે છે તમે પણ આવા ફેક મેસેજ ફોરવર્ડ ન કરવા. કોઈ પણ વિવાદીત મેસેજ વાયરલ કરતા પહેલાં તેનાં વિશે એકવાર જાણી લેવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments