Team Chabuk-Entertainment Desk: અભિનેત્રી અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત’ (Gandi Baat)માં બોલ્ડ સીન્સને કારણે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી. અન્વેશીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક બોડીકોન ડ્રેસમાં તસવીરો શેર કરી છે. આ તસવીરમાં અન્વેશીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે. અન્વેશીનો બોલ્ડ અંદાજ જોયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર બેકાબૂ બની જાય છે અને ઘણી કોમેન્ટ કરે છે.

અન્વેશીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, પરંતુ તેને લોકપ્રિયતા એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત’થી મળી હતી. આ વેબ સિરીઝમાં અભિનેત્રીએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. લોકોએ તેને ગૂગલ પર ખૂબ સર્ચ કરવાનું શરૂ કર્યું અને તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ. સૌથી વધુ ગૂગલ પર સર્ચ થતી એક્ટ્રેસ બની હતી.



અન્વેશીનો જન્મ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં થયો હતો. બાદમાં તેની આંખોમાં હિરોઈન બનવાનું સપનું લઈને તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ. અભિનેત્રી સિવાય તે ગાયિકા, મોડલ અને ટીવી હોસ્ટ પણ છે. તેણે 100 ટીવી શો હોસ્ટ કર્યા છે. અન્વેશીના શિક્ષણ વિશે વાત કરીએ, તો તેણે રાજીવ ગાંધી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ભોપાલમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. અન્વેશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ એક્ટ્રેસને લાખો લોકો ફોલો કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
