Homeગામનાં ચોરેતમિલનાડુના કુન્નુરમાં સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ, સીડીએસ બિપિન રાવત સહિત 14 લોકો હેલિકોપ્ટરમાં...

તમિલનાડુના કુન્નુરમાં સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ, સીડીએસ બિપિન રાવત સહિત 14 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા

Team Chabuk-National Desk: તમિલનાડુના કુન્નુરમા સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. સીડીએસ બિપિન રાવત સહિત 14 લોકો હેલિકોપ્ટરમાં સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે. વાયુસેનાએ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ખરાબ વાતાવરણના કારણે આ દુર્ઘટના થઈ હતી. હોલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સના સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની સવાર હતા. રેસ્ક્યૂ કરવામાં આવેલા લોકોને વેલિંગ્ટન બેઝમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અન્ય એક ચોથી વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.

સીડીએસ બિપિન રાવત પોતની પત્નીની સાથે વેલિંગ્ટનમાં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા. વેલિંગ્ટનમાં આર્મ્ડ ફોર્સની કોલેજ આવેલી છે. જ્યાં સીડીએસ રાવતનું લેક્ચર હતું. અહીંથી પરત ફરીને તેઓ કુન્નૂર આવી રહ્યા હતા. ત્યાંથી તેઓ દિલ્હી માટે રવાના થવાના હતા. જ્યાં ગાઢ જંગલમાં આ દુર્ઘટના થઈ. જોકે અત્યાર સુધીમાં આર્મી તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું.

આ વિસ્તાર અત્યંત ગાઢ છે. ચારેબાજુ વૃક્ષોનું સામ્રાજ્ય છે. દુર્ઘટના સમયે આસપાસ આગ જ આગ દેખાઈ રહી હતી. સૈન્ય અને વાયુસેનાની ટુકડીઓ પોલીસની સાથે રેસ્ક્યૂ સ્થળ પર પહોંચી ગઈ હતી. આસપાસના વિસ્તારોમાં પણ શોધ કરવામાં આવી રહી છે. આ હેલિકોપ્ટર એમઆઈ-સીરીઝનું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments