Team Chabuk-National Desk: દેશના રક્ષા પ્રમુખ સહિત અન્ય 13 લોકોને લઈ જઈ રહેલા હેલિકોપ્ટર ક્રેશના અમંગળ સમાચારે સમગ્ર દેશને હચમચાવીને રાખી દીધા છે. કેટલાય લોકોએ પોતાની સગ્ગી આંખોથી આ હ્રદયઘાત આપી જતી ઘટનાને નિહાળી છે. બુધવારની બપોરે તમિલનાડુના કુન્નૂર જિલ્લાના નાનજપ્પનચથિરામ વિસ્તારના કટ્ટેરી પાર્કમાં આ ગોઝારો બનાવ સર્જાયો. પહેલા એક જોરદાર અવાજ સંભળાયો. થોડી ક્ષણોમાં એક હેલિકોપ્ટર આકાશમાંથી જમીન પર તારાની જેમ તૂટતું દેખાયું. હેલિકોપ્ટર ચારે બાજુથી આગથી વીંટાયેલું હતું.
સીડીએસ બિપિન રાવત ઉંટીની પાસે વેલિંગટન ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં લેક્ચર દેવા જઈ રહ્યા હતા. હેલિકોપ્ટર સુલૂર એરબેઝથી વેલિંગટન જઈ રહ્યું હતું. ત્યારે જ ક્રેશ થઈ ગયું. બપોરે આશરે 12-30 વાગ્યે આ દુર્ઘટના જોતા નાનજપ્પનચથિરામ વિસ્તારમાં રહેતા કુમાર નામના એક યુવકે પોલીસ અને ફાયર વિભાગને ફોન જોડ્યો હતો.
એક અંગ્રેજી વેબસાઈટની રિપોર્ટના આધારે એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે, મેં હેલિકોપ્ટરને નીચે આવતા જોયું હતું. ભયાનક અવાજ સંભળાયો હતો. હેલિકોપ્ટર જમીન સાથે અથડાય તે પહેલા એક વૃક્ષની સાથે અથડાયું હતું. આ દુર્ઘટના આશરે 12-20 વાગ્યે થઈ હતી. પ્રત્યક્ષદર્શીએ એ પણ જણાવ્યું કે, આ વિસ્તારમાં રહેતો કુમાર નામનો યુવક તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. મેં હેલિકોપ્ટરમાંથી લોકોને પડતા અને સળગતા જોયા એટલે હું પણ ત્યાંથી અન્ય લોકોની સાથે ભાગ્યો હતો.
ઘટનાસ્થળ પર પહોંચેલા સ્થાનિક લોકોએ હાથમાં જે આવ્યું તે લઈ, તેમાં પાણી ભરી આગને ઠારવાનો પ્રયાસ કર્યો હતો. લોકો ગોદડા અને રજાઈની મદદથી પણ સળગેલા લોકોને બચાવવા માટે યેનકેન પ્રયત્ન કરી રહ્યા હતા. રજાઈ અને ગોદડાથી એક સ્ટ્રેચર બનાવી તેમાં ઈજાગ્રસ્તોને રાખવામાં આવ્યા. ઘટનાસ્થળની સામે આવી તસવીરોથી ખ્યાલ આવે છે કે ક્રેશ કેટલું ભયજનક હશે. અત્યાર સુધીમાં 13 લોકોના મોતની પુષ્ટી થઈ ચૂકી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત