ધાર્મિક ભાવનાઓને દુભાવવાના આરોપસર સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકીની ધરપકડ કરી લેવામાં આવી છે. ફારુકીની સાથે અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ બાદ હવે મીડિયા અને સોશિયલ મીડિયામાં ફારુકીની ધરપકડ ચગી રહી છે.
મુનરો કાફેમાં બની ઘટના
ઈન્દોરની જગ્યા છે. છપ્પન દુકાન. અહીં આવેલું છે મુનરો કાફે. જે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. 1 જાન્યુઆરી 2021ના રોજ મુનવ્વર ફારુકીનો સ્ટેન્ડ અપ કોમેડી શો ચાલી રહ્યો હતો. શોની વચ્ચે ભીડમાંથી કેટલાક છોકરાઓ મંચ પર પહોંચી ગયા અને મુનવ્વર ફારુકીનો વિરોધ કરવા લાગ્યા. જે પછી એ લોકો મુનવ્વર ફારુકી સહિતના કેટલાક લોકોને લઈ પોલીસ સ્ટેશન પહોંચી ગયા. જ્યાં તેમની વિરૂદ્ધ FIR ફાઈલ કરી દેવામાં આવી. કેટલાક લોકોએ સમગ્ર પ્રકરણના વીડિયો પણ બનાવ્યા અને વાઈરલ કર્યા.
हिन्दू देवी देवताओं का कथित तौर पर मज़ाक उड़ाने के आरोप में स्टैंड अप कमेडियन प्रियम प्रखर,मुनव्वर के खिलाफ मामला दर्ज, इंदौर के तुकोगंज में मामला दर्ज, @bjp4mp विधायक @GaurMalini के बेटे एकलव्य गौड़ पर मारपीट का भी आरोप @ndtv @ndtvindia @GargiRawat @riteshmishraht @kunalkamra88 pic.twitter.com/HQiL1624as
— Anurag Dwary (@Anurag_Dwary) January 2, 2021
ત્યાં એજ ચાલતું હતું
ઈન્દોરના ધારાસભ્ય માલિની ગૌડનું કહેવું છે કે તેમના દીકરા છે એકલવ્ય ગૌડ. એકલવ્ય એક હિંદુ રક્ષક સંગઠન ચલાવે છે. તેણે દાવો કર્યો છે કે મુનવ્વર સતત હિંદુ ધર્મને નિશાનો બનાવે છે. ગોધરા, અમિત શાહ, આરએસએસ ઉપર ટીપ્પણીઓ કરે છે. મુનવ્વરને પોલીસને સોંપ્યા બાદ એકલવ્યએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, અમારા સંગઠનને આ કાર્યક્રમની માહિતી હતી. અમે ટિકિટ ખરીદી અને ત્યાં એ જ થઈ રહ્યું હતું જે પહેલા થતું હતું. હિંદુ દેવી-દેવતા, ગોધરા, અમિત શાહજીને લઈને વાતો થઈ રહી હતી. અમે તેનો વીડિયો બનાવ્યો. અમારી પાસે પ્રૂફ છે. અમે ઓર્ગેનાઈઝર અને કોમેડિયનને પોલીસ સ્ટેશન લઈ જઈ સોંપી દીધો.
A brief account of a person in the audience who attended Munawar Faruqui's stand-up comedy event in Indore, MP.
— Hussain Haidry (@hussainhaidry) January 3, 2021
It says: "No derogatory remarks were made by Munawar Faruqui at the Indore Show." pic.twitter.com/XcDiQRON2k
પોલીસે શું કહ્યું ?
આ સમગ્ર ઘટના પર પોલીસે કહ્યું કે, મુનરો કાફેના માલિકે આ કાર્યક્રમની કોઈ પણ પ્રકારની અનુમતિ નહોતી લીધી. સાથે જ આ કાર્યક્રમમાં 18 વર્ષથી નાની ઉંમરના છોકરાઓ હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ હતી કે નહીં, શું ટીપ્પણી હતી, વીડિયો મળ્યો છે તેની સમગ્ર તપાસ કરવામાં આવશે એ પછી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે એ પણ જણાવ્યું કે, જે કાફેમાં શો ચાલી રહ્યો હતો તેના માલિકને પણ આ વાતની જાણકારી નહોતી. પોલીસે કહ્યું કે, મુક્તાસ જૈને કાર્યક્રમની જાણકારી હોવાની ના પાડી હતી.
For Bhakts,
— Srivatsa (@srivatsayb) January 3, 2021
🇫🇷 Charlie Hebdo deserves full FoE
🇮🇳 Munawar Faruqui deserves no FoE
🇺🇲 No Discrimination, All are Equal
🇮🇳 Hindutva Rules, No Secularism
BJP Bhakts have never cared about Freedom or Equality. They are bigots who change stands to suit themselves.
કોર્ટે શું કહ્યું ?
પોલીસે હાલ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે. જ્યાંથી તેઓ 13 જાન્યુઆરી સુધી કેદમાં રહેશે. જજ અમનસિંહ ભૂરિયાની કોર્ટમાં આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા. આરોપીઓ તરફથી જામીન માટે આવેદન કરવામાં આવ્યું હતું, જેને કોર્ટે સ્વીકાર્યું નથી. એ પછી 13 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.જાણકારી મુજબ જ્યારે તેમને હાજર કરવામાં આવ્યા ત્યારે કેટલાક વકિલોએ તેમના પર હુમલો પણ કર્યો હતો. એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે જેમાં એક વ્યક્તિ પોલીસ સાથે બાઈક પર બેસેલા બીજા એક વ્યક્તિને થપ્પડ મારતો દેખાઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા શું કહે છે ?
મુનવ્વર ફારુકી ગુજરાતના જૂનાગઢનો છે. પણ ઘણા સમયથી તે અમદાવાદમાં રહે છે. દેશના વિવિધ શહેરોમાં શો કરે છે. અગાઉ પણ કેટલાક વીડિયોને લઈ તે માફી માંગી ચૂક્યો છે. મુન્નવર ફારુકીની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો તેના સપોર્ટ અને વિરોધમાં આવી ગયા છે. જેમાં બોલિવુડ સાથે સંકળાયેલી કેટલીક હસ્તીઓએ પણ ટ્વીટ કરી હતી.
Hindu Gods r easy targets of stand-up Comedian and the secular governments like Kejriwal due to which the temples are being demolished. Shameful!!
— विनोद बंसल (@vinod_bansal) January 3, 2021
You can't stop jokes and laughter. Not because comedians are performing it, but because people need to laugh. Harder you try, the more you're going to be laughed at, now, and by history.
— Vir Das (@thevirdas) January 3, 2021
Anyone who has ever tried to control humour, now has a category of jokes devoted to them.
I'm just going to leave this here. pic.twitter.com/C8eqqDzPya
— Vir Das (@thevirdas) January 3, 2021
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત