Homeગામનાં ચોરેહે ચાબુક હાલ તને વેક્સિનના ભાવ કઉં

હે ચાબુક હાલ તને વેક્સિનના ભાવ કઉં

ગોવાબાપા : ભાજપમાં ગયા પછી અલ્પેશ ઠાકોર દેખાતા નહોતા પણ હવે અચાનક આજે ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા પછી તે ચર્ચામાં આવી ગયા છે. આજે અલ્પેશ ઠાકોરે કેટલાક ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા અને સાથે સાથે તેમણે ખેડૂતોની કેટલી સંપત્તિ પચાવી પાડી તેના આંકડા પણ સામે રાખ્યા. હવે એ સંપત્તિ કેટલી છે અને નામ કયા કયા છે એની પહેલા તને વિગત આપી દઉં.

  • ગેલેક્સી ગ્રૂપના ઉદય ભટ્ટ જેમણે 400 કરોડની જમીન પચાવી પાડી
  • ભાવિક દેસાઈએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન પચાવી પાડી
  • મુઠીયા-હંસપુરાના ખેડૂતની 250 કરોડની જમીન પચાવી: અલ્પેશ

નામ જાહેર કર્યા પછી અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મારા પર ભૂ-માફિયાના આરોપ સાબિત કરી બતાવે. અમે કાયદેસર રીતે લડાઈ લડીશું. લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરીશું. 7-12ના ઉતારા હોય તેના નામે જમીન હોય છે. 

જયરાજસિંહે જંપ લાવ્યું

જેવા અલ્પેશભાઈએ નામ જાહેર કર્યા એ ભેગુ કોંગ્રેસમાંથી જયરાજસિંહનું નિવેદન સામે આવ્યું. જયરાજસિંહે કહ્યું છે કે, સરકાર પાસે ભૂમાફિયાઓના નામ છે તો આ માટે સીટની રચના કરી તપાસ કરવી જોઈએ. અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ભૂમાફિયાઓના નામ આપે. આખાય ગુજરાતને ખબર છે ભૂમાફિયા કોણ છે?

કોંગ્રેસના પ્રહાર

આ સિવાય ચાબુક કોંગ્રેસે તો અલ્પેશભાઈ બાજુથી નિશાનો તાકતા એ પણ પૂછી લીધું કે, અલ્પેશભાઈ પાસે દારૂના અડ્ડાવાળાઓનું પણ લીસ્ટ હતું એનું શું થયું ? અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા એટલે તમામ લિસ્ટ ખિસ્સામાં સંઘરી દીધા.

વેક્સિન તમને કેટલામાં મળશે ?

હવે ચાબુક વેક્સિન આવવાની તો છે પણ એ આપણને મળવાની કેટલા રૂપિયામાં છે એ જ સંધેય વાતો થાય છે. જગમાલ પણ મને પૂછતો હતો કે વેક્સિન તો આવવાની જ છે પણ મળશે કેટલા રૂપિયામાં ? હવે સિરમ ઈન્સિટ્યુટના CEO પૂનાવાલાજીનું નિવેદન આવી ગયું છે ચાબુક. એમણે કીધું છે કે, કેન્દ્ર SII સાથે ખરીદી કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરશે. કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષરના 7-10 દિવસ બાદ વેક્સિનનું વિતરણ કરવામાં આવશે. હાલ સરકારને રૂપિયા 250-300માં પડશે.

અને એ જ વેક્સિન ખાનગીમાં લેવા જશો તો 1000 રૂપિયાની પડશે. આમ કહી પૂનાવાલાએ અમેરિકાનું ઉદાહરણ આપ્યું કે, અમેરિકામાં વેક્સનિન 3-5 ડોલર હોય છે. પુનાવાલાએ તો કીધું કે બજારમાં માર્ચ એપ્રિલ પછી જ વેક્સિનનું વિતરણ કરવામાં આવશે, કારણ કે એ પહેલા કરવાની સરકારે મનાઈ કરી દીધી છે.

રોડ તોડો

તને તો ખબર જ હશે ચાબુક કે ભારતમાં એક મોટી સમસ્યા છે. પ્રથમ રોડ બને. એ રોડ પછી તોડે અને તેમાં પાઈપલાઈન નાખે. આ બધું થયા પછી ખ્યાલ આવે કે લે એલા નાની ભૂંગરી નાખતા તો રહી ગઈ. અને હવે એવું જ થયું છે વડોદરામાં. 9 કરોડના ખર્ચે ચાબુક રોડ બન્યો હતો. હવે એ રોડ ખોદીને પાઈપલાઈન નાખે છે. જનતા ભલે ટેક્સ ભરે. સત્તાધારીઓને તાગડધીન્ના છે. રોડ બનાવે. બનાવીને તોડે. તોડીને પાઈપલાઈન નાખે. પાછો બનાવે. પછી કેય ભૂંગરી તો રહી ગઈ!! શું કોઈ સારો એન્જિનિયર નથી આપની પાસે ?

લુચ્ચુ ચીન

હવે વાત વુહાનિયાની કરીએ ચાબુક. કાળો ઈતિહાસ ધરાવતું ચીન કોઈના પણ નિવેદનને સાખી લે તેમ નથી. થોડા સમય પહેલા જ ચીનના બિઝનેસમેન જેના કારણે જગતને લાગ્યું કે ચીનમાં પણ બિઝનેસમેનો પાકી શકે એવા જેક માએ સામ્યવાદી સરકારની નાણાકીય વ્યવહારની ખુલ્લેઆમ ટીકા કરી હતી. એ તમામ ટીકાઓ સામ્યવાદી જિનપિંગની સરકારે પોતાના પર જ થઈ રહી છે તેવું માન્યું. જો કે ત્યાં તો ટીકા કરવાની જ મનાઈ છે ચાબુક. જરા પણ આડુ અવડુ સહન નથી કરી શકતા અને ચીનનું ટીકાકારો પ્રત્યે વલણ કેવું છે એનો તો લાંબો ઈતિહાસ છે. હવે એ વાતને બે મહિના થયા. બે મહિનાથી જેક મા કોઈ જગ્યાએ નથી દેખાઈ રહ્યા. ક્યાંય અતોપતો જ નથી. કહેવામાં આવી રહ્યું છે કે, તેમના પર જિનપિંગના આદેશથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments