Team chabuk-National Desk: બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં એક ચોંકાવનારી જાણકારી સામે આવી છે. કિરણ ગોસાવીના બોડીગાર્ડ રહી ચુકેલા પ્રભાકર સેલે પંચનામા અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પંચ પ્રભાકરે એનસીબી વિરુદ્ધ એફિડેવિટ કરીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. પ્રભાકર સેલે એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે તથા અન્ય સાક્ષી કેપી ગોસાવી વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યો છે. પ્રભાકર પોતાને કેપી ગોસાવીનો બોડીગાર્ડ કહી રહ્યો છે. મહત્વનું છે કે કેપી ગોસાવીની એનસીબી ઓફિસમાં આર્યન ખાન સાથેની સેલ્ફી પણ વાઇરલ થઈ હતી. જો કે પ્રભાકરના આરોપ અંગે સમીર વાનખેડેએ કહ્યું હતું કે, આ તમામ આરોપ ખોટા છે અને તેનો જડબાતોડ જવાબ તેઓ આપશે.
પ્રભાકર સેલે દાવો કર્યો છે કે, કેપી ગોસાવીએ આર્યન ખાનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની માગણી કરી હતી. પ્રભાકરે કરેલા પંચનામા અનુસાર આ માંગણી ગોસાવીએ એનસીબીના ઝોન ડિરેક્ટર સમીર વાનખેડે તરફથી કરવામાં આવી હતી. કેપી ગોસાવી અને સેમે ડિસોઝા વચ્ચે 25 કરોડ રૂપિયાની વાત થતી તેણે સાંભળી હતી. તેણે એમ પણ કહ્યું છે કે, 18 કરોડમાં વાત ફાઈનલ થઈ હતી. જેમાં 8 કરોડ રૂપિયા સમીર વાનખેડેને આપવાની વાત હતી. એ પણ મહત્વનું છે કે એનસીબી અધિકારીઓ સામે ગંભીર આરોપ લગાવનાર પ્રભાકર ક્રુઝ ડ્રગ્સ કેસમાં એનસીબીનો સાક્ષી પણ છે.
પ્રભાકરે એવો પણ દાવો કર્યો છે કે, ક્રૂઝ પર દરોડા બાદ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણીની સાથે કેપી ગોસાવી તથા સેમ બ્લૂ રંગની મર્સિડિઝ કારમાં એક સાથે 15 મિનિટ સુધી વાત કરતા હતા. ત્યારબાદ ગોસાવીએ તેને ફોન કર્યો હતો અને પંચ બનવા માટે કહ્યું હતું. પ્રભાકર એવો પણ દાવો છે કે, એનસીબીએ 10 સાદા કાગળ પર તેની સહી કરાવી હતી.
પ્રભાકરે વધુમાં કહ્યું હતું કે, ગોસાવીએ તેને 50 લાખ રૂપિયા રોકડા ભરેલી બે બેગ આપી હતી. કેપી ગોસાવી 27 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી મુંબઈ ઇનોવામાં આવ્યો હતો. તેને વાશીમાં રહેવાનું કહ્યું હતું. 1 ઓક્ટોબરની રાત્રે 9.45 વાગે ગોસાવીએ તેને ફોન કરીને બીજી ઓક્ટોબરે સવારે સાડા સાત વાગે તૈયાર રહેવાનું કહ્યું હતું. બીજી ઓક્ટોબરે કેપી ગોસાવીએ 7.35એ ફોન કરીને તેના એકાઉન્ટમાં ગૂગલપેથી 500 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેણે વ્હોટ્સએપ પર લોકેશન મોકલ્યું હતું અને ત્યાં આવવા કહ્યું હતું.
પ્રભાકરના મતે, તે રાત્રે 8.45 વાગે છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન આવ્યો હતો અને જ્યારે તેણે વ્હોટ્સએપમાં લોકેશન જોયું તો તે NCBની ઓફિસનું હતું. તે ત્યાં ટેક્સીથી પહોંચ્યો અને તેણે વ્હાઇટ ઇનોવા ઓફિસની બહાર પાર્ક કરેલી જોઈ હતી. તેણે ડ્રાઇવર વિજય સૂર્યવંશીને પૂછ્યું હતું કે કેપી ગોસાવી ક્યાં છે? તો ડ્રાઇવરે જવાબ આપ્યો હતો કે કેપી ગોસાવી એનસીબી ઓફિસની અંદર છે અને અધિકારીઓ સાથે મિટિંગમાં છે. કેપી ગોસાવી, ડ્રાઇવર સાથે જતા રહ્યા હતા અને તેને ત્યાં રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. પ્રભાકરે પોતાના જીવને જોખમ હોવાનો દાવો કર્યો છે અને તેથી જ તેણે એફિડેવિટ ફાઇલ કરી છે.
સમીર વાનખેડેનો જવાબ
સમીર વાનખેડેએ પ્રભાકરના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને આનો જડબાતોડ જવાબ આપશે. તપાસ એજન્સીએ સવાલ કર્યો છે કે જો પૈસા લીધા હોત તો કોઈ જેલમાં કેમ હોત ?
સૂત્રોએ આરોપ મૂક્યો છે કે માત્ર તપાસ એજન્સીની ઇમેજ ખરાબ કરવા માટે આવા દાવા કરવામાં આવ્યા છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે NCB ઓફિસની બહાર CCTV (ક્લોઝ સર્કિટ ટેલિવિઝન) લાગેલા છે અને ત્યાં આવું કંઈ જ બન્યું નથી. ઓફ ધ રેકોર્ડ અધિકારીઓએ દાવો કર્યો છે કે તેઓ 2 ઓક્ટોબર પહેલાં પ્રભાકરને ક્યારેય મળ્યા નથી અને તેમને ખ્યાલ નથી કે આ કોણ છે. પ્રભાકરની એફિડેવિટને NDPS કોર્ટમાં લઈ જવામાં આવશે અને ત્યાં તેનો જવાબ આપવામાં આવશે.
સંજય રાઉતનું નિવેદન
શિવસેનાના લીડર સંજય રાઉતે કહ્યું હતું, ‘આર્યન ખાન કેસમાં સાક્ષી પાસે NCB કોરા કાગળ પર સહી કરાવે તે ખરેખેર શોકિંગ છે. રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે મોટી રકમ માગવામાં આવી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પહેલેથી જ કહ્યું હતું કે આ કેસ મહારાષ્ટ્રની ઇમેજ ખરાબ કરવા માટે ઊભો કરવામાં આવ્યો છે. હવે આ વાત સાચી સાબિત થઈ રહી છે. સંજય રાઉતે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે તથા મહારાષ્ટ્ર પોલીસને ટૅગ કરીને આ કેસમાં પોલીસે જાતે સુઓ મોટોની અરજી કરવી જોઈએ તેમ કહ્યું હતું.
Witnes in #AryanKhan case made to sign on blank paper by NCB is shocking. Also thr r reports that thr ws demnd of huge money .CM UddhavThackeray said tht ths cases r made 2 defame Mah'shtra.Ths seems 2b comng tru @Dwalsepatil
— Sanjay Raut (@rautsanjay61) October 24, 2021
Police shd tk suo moto cognizance@CMOMaharashtra pic.twitter.com/zipBcZiRSm
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત