Homeવિશેષમેહુલમાંથી પાયલ બનેલી મૂળ સુરેન્દ્રનગરની ટ્રાન્સજેન્ડર આજે રાજકોટમાં પેઈન્ટિંગ કરીને સ્વમાનભેર જીવે...

મેહુલમાંથી પાયલ બનેલી મૂળ સુરેન્દ્રનગરની ટ્રાન્સજેન્ડર આજે રાજકોટમાં પેઈન્ટિંગ કરીને સ્વમાનભેર જીવે છે જીવન

Team Chabuk-Special Desk: વારલી, મિથાલી, પિઠોતર, મઢ વર્ક, બામ્બુ હેન્ડવર્ક સહિતની હસ્તકલામાં પારંગત રાજકોટની યુવા ટ્રાન્સજેન્ડર (transgender) પાયલ રાઠવાને (payal rathva) કોરોનાની બે લહેર બાદ રાજકોટની પ્રખ્યાત ‘’ચિત્ર નગરી” સક્રિય થતા હવે દીવાલો પર ભાતીગળ કલાના કામણ પાથરવાનું કામ પુનઃ મળવા લાગ્યું છે.       

આજીવિકા શરુ થતા સ્વમાનભેર જીવન જીવી અન્ય ટ્રાન્સજેન્ડરને પ્રેરણા પુરી પાડી રહેલી પાયલ કહે છે કે, અમે આદિવાસી પરિવારમાંથી આવતા હોઈ વારલી પેન્ટિંગ વારસામાં મળેલું. જેનો ઉપયોગ કર્યો જીવન નિર્વાહ ચલાવવા. ભાતીગળ કલા વારલી પેન્ટિંગને દીવાલો પર બોલતી કરતી પાયલને સાથ મળ્યો ચિત્ર નગરી પ્રોજેક્ટનો. સાથોસાથ પાયલને હોટેલ, રેસ્ટોરાં અને કેટલાક ઘરની દીવાલને કંડારવાની પણ તક મળી. તેને મિથાલી, પિઠોતર, મઢ વર્ક, બામ્બુ હેન્ડવર્ક સહીતની કલાની કામગીરી પણ ફાવે છે.

દરરોજ 500 રૂપિયાથી વધુની આવક મેળવે છે

ભવિષ્યમાં પોતાની આર્ટ શોપ્પી ખોલવાના સ્વપ્ન સેવતી પાયલને રાજકોટની આલાપ ગ્રીન સોસાયટી ખાતે કોરોના મહામારી બાદ કામ મળ્યું છે. રોજના ૫૦૦ રૂપિયાથી વધુ આમદની મેળવતી પાયલ કહે છે કે, સમાજમાં ટ્રાન્સજેન્ડરને લોકો સરળતાથી સ્વીકારતા નથી, પરંતુ હવે ધીરે ધીરે અમને લોકો સમજી શકે છે. કામ આપે છે. જેથી કરી અમે સન્માનપૂર્વક જીવન જીવી શકીએ છીએ. આદિવાસીઓની જીવન શૈલીને રજુ કરતી ગેરુ અને ચોખાના લોટથી રજુ થતી વારલી આર્ટને તેણી સોશિયલ મીડિયા પર બ્લોગીંગ અને અન્ય ટૂલ્સની મદદથી જાણીતી કરી રહી છે. 

આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડ્યો

મૂળ સુરેન્દ્રનગરના પાટડીની ખેડૂત પરિવારની ટ્રાન્સજેન્ડર પાયલ તેની જીવની વિષે જણાવતા કહે છે કે, હુ પહેલા મેહુલ હતી, ૧૪ વર્ષની ઉમરે હોર્મોન્સ ચેન્જ થતા શારીરિક ફેરફાર થવા લાગતા હુ સ્ત્રી હોવાનું અનુભવવા લાગેલી, આ સમય દરમિયાન મેં મારો અભ્યાસ મેહુલ તરીકે જ ચાલુ રાખેલો. હું ૧૨ ધોરણ ભણેલ છું. મેં ડિપ્લોમા સિવિલ અભ્યાસક્રમ ચાલુ કર્યો હતો, પરંતુ આર્થિક સંકડામણને કારણે મારે વચ્ચેથી જ અભ્યાસ છોડવો પડ્યો. જીવન નિર્વાહ માટે રાજકોટ આવી મેં મારી આર્ટને બહાર લાવી અને આજે હું સમાજમાં સન્માનભેર મારું જીવન ગુજારી શકું છું, તેમ પાયલ તેના સંઘર્ષને વર્ણવતા જણાવે છે.

રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડરને ખાસ ઓળખ કાર્ડ આપવામાં આવે છે. જેના થકી અમને વિશેષ ઓળખ અને સન્માન મળ્યું છે. સાથે માસિક પેન્શન પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે જેને આવકારતા તેણી રાજ્ય સરકારનો આભાર માને છે.  

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments