Team Chabuk-National Desk: અસમના દરાંગ જિલ્લામાં ગુરૂવારે જમીન પર કરેલ કબ્જો હટાવવા માટે ગયેલી પોલીસની અતિક્રમણકારિયોની સાથે હાથાપાઈ થઈ ગઈ હતી. આ ઝડપમાં બે લોકોના મોત થઈ ચૂક્યાની માહિતી મળી રહી છે. આ ઘટનાનો એક કમકમાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. રિપોર્ટ્સ કહે છે કે પહેલા લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો બાદમાં પોલીસને કડક વલણ અખત્યાર કરવું પડ્યું હતું. કેટલાક પોલીસકર્મીઓ હવામાં ગોળીબાર કરતા પણ જોવા મળ્યા હતા. એક વ્યક્તિ લાકડી લઈ પોલીસકર્મીઓની સામે આવે છે જેના પર કેટલાય પોલીસકર્મીઓ તૂટી પડે છે.

દરાંગ જિલ્લાના એસપી સુશાંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, અતિક્રમણકારિયોએ પ્રશાસનિક કાર્યવાહીમાં અડચણ પેદા કરતા પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં નવ પોલીસકર્મી ઘાયલ થયા હતા. બે ગ્રામીણ લોકો પણ ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ગ્રામીણ પર પોલીસે અવિરત દંડાઓ વરસાવતી રહી હતી. પોલીસની સાથે રહેલા એક ઓફિશ્યલ ફોટોગ્રાફરે પણ તેને પોતાના ઘૂંટણથી કચડ્યો હતો.

રાજ્યમાં નવી સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અહીંનું દબાણ હટાવવા નિર્દેશ કર્યો હતો. સરકારનું કહેવું છે કે, આ જમીનનો ઉપયોગ કૃષિ પરિયોજના માટે કરવામાં આવશે. સ્થાનિક મીડિયા આ અંગે એવું કહે છે કે, ગામડાની 120 વીઘા જમીનને ખાલી કરાવવામાં આવી રહી છે. જે પ્રાચીન શિવ મંદિરની સાથે જોડાયેલી છે. આ ગામમાં મોટાભાગના પૂર્વ બંગાળના મુસ્લિમો રહે છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા