Team Chabuk-National Desk: ઉદય માહુરકર અને ચિરાયુ પંડિતે લખેલા પુસ્તક ‘વીર સાવરકર- ધ મેન હુ કેન્ડ પ્રિવેન્ટેડ પાર્ટિશન’ ના પુસ્તક વિમોચન સમારંભમાં અતિથી તરીકે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉપસ્થિત રહ્યા હતા. રાજનાથ સિંહે કહ્યું હતું કે, સાવરકર મહાનાયક હતા, છે અને રહેશે. તેમને વિચારધારાના ચશ્મામાંથી જોનારાઓને ક્ષમા ન કરી શકાય. તેઓ હિન્દુત્વને માનતા હતા. પણ તેઓ હિંદુવાદી નહોતા. રાષ્ટ્રવાદી હતા. તેમના માટે દેશ રાજનીતિની નહીં પણ સંસ્કૃતિની વસ્તુ હતી. વીસમી સદીના સૌથી મોટા સૈનિક અને કૂટનીતિજ્ઞ હતા સાવરકર.

રાજનાથ સિંહે વીનાયક દામોદર સાવરકરની માફી અંગે કહ્યું કે, સાવરકર ના અંગે જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે કે 1910માં આજીવન કારાવાસની સજા કાપી રહેલા સાવરકરે બ્રિટિશ હુકૂમતની સામે દયા અરજી આપી હતી. સત્ય એ છે કે તેમણે મહાત્મા ગાંધીના કહેવા પર આવું કર્યું હતું. આ એક કેદીનો અધિકાર હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, આર.એસ.એસના વિચારક વીડી સાવરકરે ભારતને મજબૂત રક્ષા અને રાજનયિક સિદ્ધાંતની સાથે પ્રસ્તુત કર્યા. તેઓ ભારતના સૌથી મોટા અને રક્ષા વિષયક પ્રથમ વિશેષજ્ઞ હતા.

રક્ષામંત્રીએ સાવરકરને બદનામ કરવા માટે અભિયાન ચલાવાતું હોવાનું કહી જણાવ્યું હતું કે, માર્ક્સવાદી અને લેનિનવાદી વિચારધારાઓના લોકો વીર સાવરકર પર ફાંસીવાદી અને હિન્દુત્વના સમર્થક હોવાનો આરોપ લગાવે છે. સાવરકરને બદનામ કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. જ્યારે તેમની વિચારધારા રાષ્ટ્રવાદી હતી. તેમણે કહ્યું કે, હિન્દુત્વને લઈ સાવરકરની એક વિચારધારા હતી. જે ભારતની ભૌગોલિક સ્થિતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી હતી. તેમના માટે હિન્દુ શબ્દ કોઈ ધર્મ, પંથ કે જાતિ સાથે સંલગ્ન નહોતો, પણ ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે સંકળાયેલો હતો. આ વિચાર પર કોઈને આપત્તિ હોય શકે છે. પણ આ વિચારના આધાર પર રોષે ભરાવું યોગ્ય નથી.

સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતા બાદથી જ વિનાયક દામોદર સાવરકરને બદનામ કરવામાં આવી રહ્યા છે. આજના સમયમાં હકીકતે વીર સાવરકર વિશે સાચી જાણકારીનો અભાવ છે. નિશાના પર કોઈ વ્યક્તિ નહોતો પણ રાષ્ટ્રવાદ હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત