હોવિત્ઝરનું સફળ પરિક્ષણ
ઓડિસાના બાલાસોરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને સ્વદેશી ATAGS હોવિત્ઝર તોપનું સફળતા પૂર્વક ટ્રાયલ કર્યું. આ તોપની મારક ક્ષમતા 48 કિલોમીટર સુધીની છે. આ તોપ 1800 આર્ટીલરી ગનની જરૂરિયાત પૂરી કરશે. બીજુ કે હવે દેશમાં વિદેશથી તોપ મંગાવવાની જરૂર પણ નહીં પડે. DRDOના વૈજ્ઞાનિક અને પ્રોજેક્ટના ડાયરેક્ટર શૈલેન્દ્ર વી ગઢેએ કહ્યું કે, આ હોવિત્ઝરનું પરિક્ષણ ચીન સીમા પાસે સિક્કીમ અને પાકિસ્તાન પાસે પોખરણમાં કરી ચુક્યા છીએ. અહીં હોવિત્ઝરથી 2 હજાર ફાયરિંગ કરાયા હતા.
1800 તોપની જરૂરિયાત પૂરી થશે
ATAGS એટલે કે, એડવાન્સ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમને DRDOએ ડેવલપ કરી છે. જ્યારે બે પ્રાઈવેટ કંપની ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડે તૈયાર કરી છે. ગઢેએ જણાવ્યું હતું કે ભારતીય સેનાને આ સમયે 1580 ટોડ તોપ સિવાય 150 ATAGS અને 114 ધનુષ તોપની જરૂર છે. આમ, સેનાને કુલ 1,800 તોપની જરૂર છે. આ ગન સિસ્ટમ જે પ્રમાણે પર્ફોમ કરી રહી છે એનાથી લાગે છે કે એનાથી 1800 તોપની જરૂર પૂરી થઈ જશે.
દુશ્મનોની ખેર નથી
શૈલેન્દ્ર વી ગઢેએ વધુમાં કહ્યું કે, દુનિયામાં કોઈપણ તોપની ફાયરિંગ રેન્જ આટલી વધારે નથી. જેના કારણે યુદ્ધની સ્થિતિમાં આ તોપ દુશ્મનોના હુમલાથી બચીને રહી શકશે. અંતર વધારે હોવાને કારણે દુશ્મન આપણા સુધી પહોંચી નહીં શકે. જ્યારે આપણે દુશ્મનને 48 કિમી દૂરથી જ ટાર્ગેટ કરી શકીશું. તેથી તેઓ આપણને ટક્કર નહીં આપી શકે. આપણે તેની રેન્જથી આઠ કિલોમિટર દૂર રહી શકીશુ.
કોઈ દેશ આવી તોપ નથી બનાવી શક્યો
હોવિત્ઝર ચીન અને પાકિસ્તાની ગન સિસ્ટમથી મજબૂત છે. શૈલેન્દ્ર વી ગઢેએ દાવો કર્યો કે, હોવિત્ઝર દુનિયાની સૌથી સારી તોપ છે. અત્યાર સુધીમાં કોઈ પણ દેશ આવી મારક ક્ષમતાવાળી તોપ બનાવી નથી શક્યો.
બોફોર્સ કરતા પણ શક્તિશાળી
હોવિત્ઝર એક મિનિટમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી શકે છે. અન્ય તોપ આટલા સમયમાં માત્ર 3 વાર જ ફાયરિંગ કરી શકે છે. હોવિત્ઝરની રેન્જ 48 કિલોમીટર છે. બોફોર્સની મારક ક્ષમતા માત્ર 32 કિલોમીટર સુધીની જ છે. હોવિત્ઝરને તેજ ગતિથી એક સ્થળથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. હોવિત્ઝર બહુ વિશ્વાસપાત્ર અને મજબૂત છે. ખાસ વાત તો એ છે કે હોવિત્ઝરને મેન્ટેનન્સની પણ જરૂર નથી. ભારતીય સેના અંદાજે 1600 હોવિત્ઝર તોપ ખરીદવાનું વિચારી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત