Team Chabuk-Political Desk: સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જેમાં મનોજ સોરઠીયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સીમાડા નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાતા ગણેશ મહોત્સવના સ્થળે મનોજ સોરઠીયા પહોંચ્યા હતા તે દરમિયાન અસામાજિક તત્વોએ મનોજ સોરઠીયા પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે હુમલા પાછળ કથિત રીતે ભાજપના ગુંડા તત્વોનો હાથ છે.
મનોજ સોરઠીયા પર થયેલા હુમલા મામલે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને હુમલાની નિંદા કરી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કડક પગલાં લેવા માટે અપીલ કરી છે.
इस तरह विपक्ष के लोगों पर हमला करना सही नहीं है। चुनाव में हार जीत होती रहती है लेकिन विपक्ष को हिंसा से कुचलना, ये गुजरात की संस्कृति के ख़िलाफ़ है और जनता इसे पसंद नहीं करती
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 30, 2022
मैं गुजरात के CM से अपील करता हूँ कि दोषियों को सख़्त सजा दिलायें और सबकी रक्षा करें। https://t.co/JvEbAb36lf
મનોજ સોરઠીયા પર થયેલા જીવલેણ હુમલા મામલે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ ભાજપ પર આકરા પ્રહારો કરીને આરોપો લગાવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપ હાર ભાળી ગઈ હોવાથી સી.આર.પાટીલ પાર્ટીના ગુંડાઓને કહીને આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલા કરાવે છે. ગોપાલ ઈટાલિયાએ આ મામલે સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી સામે સીધા આરોપો લગાવ્યા છે.
આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગઢવીએ જણાવ્યું કે, મનોજ સોરઠિયા ગણેશ પંડાલનું આયોજન જોવા ગયા હતા. આ દરમિયાન અંદરના ભાગમાં જ્યારે આપના નેતા પહોંચ્યા ત્યારે અંદર ભાજપના ગુંડાઓ બેઠા હતા. આ દરમિયાન તેમના હાથમાં લાકડીઓ હતી અને તેઓ દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. અચાનક જ તેમણે મનોજભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. ગુંડાઓ આયોજનબદ્ધ રીતે હુમલો કરવા માટે તૈયાર હતા. ગુંડાઓ મનોજ સોરઠિયાની રાહ જોતા હતા અને 100થી વધુ અસમાજિક તત્વો ત્યાં હાજર હતા. ગુંડાઓના હાથમાં લાકડીઓ હતી અને મનોજભાઈને જોઈને તાત્કાલિક હુમલો કરી દીધો હતો. અન્ય કાર્યકર્તાઓ પર પણ ગુંડાઓએ હુમલો કર્યો હતો. પોલીસને આમ આદમી પાર્ટીએ જાણ કરી છે. હુમલામાં કેટલાક ભાજપના કાર્યકર્તાઓ હોવાનું પણ જાણવા મળ્યું છે. કૈલાશ ગઢવીએ ગૃહમંત્રીના રાજીનામાની પણ માંગ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
