Homeગામનાં ચોરેબાંગ્લાદેશની છ માળની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 52 લોકો જીવતા ભૂંજાઈ ગયા

બાંગ્લાદેશની છ માળની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 52 લોકો જીવતા ભૂંજાઈ ગયા

Team Chabuk-Gujarat Desk: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરૂવારે ભીષણ દુર્ઘટના ઘટી હતી. છ માળની ફેક્ટરી જોત જોતામાં આગની લપેટોમાં આવી જતાં કુલ 52 લોકોનાં કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે આશરે 30 લોકો ઘાયલ થયા હતા. જીવ બચાવવ માટે લોકો ઈમારત ઉપરથી કૂદી પડ્યા હતા. ફેક્ટરીમાંથી બચીને આવેલા લોકોએ અંદરની પરિસ્થિતિથી અવગત કરતાં જણાવ્યું હતું કે, અંદર ફસાયેલા લોકોનું બચવું મુશ્કેલ લાગી રહ્યું છે.

સ્થાનિક પોલીસ દ્વારા આ ઘટના વિશે જણાવવામાં આવ્યું હતું કે, સાંજના પાંચ વાગ્યે રુપગંજ વિસ્તારમાં આવેલ ફુડ એન્ડ બેવરેજ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગ પર શુક્રવાર બપોર સુધી કાબુ નથી મેળવી શકાયો.

ફાયર ડિપાર્ટમેન્ટ અને પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 25 લોકોને રેસક્યુ કરવામાં આવ્યા છે. કેટલા લોકોના આ ગોઝારી દુર્ઘટનામાં જીવ ગયા છે તે અત્યારે કહેવું થોડું વહેલું લાગશે. આગ પર કાબુ મેળવ્યા બાદ ફેક્ટરીની અંદર ઓપરેશન ચલાવવામાં આવશે. જે પછી મૃતકનો સાચો આંકડો સામે આવી શકે છે.

એક મજૂરે કહ્યું હતું કે, આગ લાગી ત્યારે ત્યાં ગણી ન શકાય એટલા મજૂરો હાજર હતા તો અન્ય એક પ્રત્યક્ષદર્શી મજૂરે પોતાની આપવિતી જણાવતા કહ્યું હતું કે, ત્રીજા માળમાં જ્યારે આગ લાગી ત્યારે સીડીઓ પર લાગેલા બંને દરવાજાઓ બંધ હતા.

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં ફાયર સેફ્ટીનાં નિયમોને ન માનવામાં આવતા આગ લાગવાની દુર્ઘટનાઓ છાશવારે બનતી રહી છે. અગાઉ પણ એક ઈમારતમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં 76 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. બાંગ્લાદેશના લોકો પણ અને તંત્ર પણ આવી ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ ન લેતું હોવાથી આવી કરુણાંતિકા સર્જાયા કરે છે.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments


Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420

Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (1) in /home/thechabu/public_html/wp-includes/functions.php on line 5420