Homeગામનાં ચોરેદલિત યુવકને આ કારણે 11 લોકોએ મંદિરમાં નાક ઘસાવ્યું અને માફી માગવા...

દલિત યુવકને આ કારણે 11 લોકોએ મંદિરમાં નાક ઘસાવ્યું અને માફી માગવા મજબૂર કર્યો

Team Chabuk-National Desk: રાજસ્થાનના અલવર જિલ્લામાં એક દલિત યુવકને કેટલાક લોકોએ મંદિરમાં નાક ઘસવા માટે પ્રતાડિત કર્યો હતો તથા તેની સાથે મારપીટ કરી હતી. પોલીસે આ કેસમાં સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસે બુધવારના રોજ જણાવ્યું હતું કે દલિત યુવક પર આરોપ છે કે તેણે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની આલોચના સંબંધી પોતાની એક ટીપ્પણીના જવાબમાં હિંદુ દેવી-દેવતાઓને લઈ કથિત રીતે અપમાનજનક કોમેન્ટ કરી હતી, જેને લઈ કેટલાક લોકોએ તેની સાથે મારપીટ કરી હતી અને તેની પાસે માફી મંગાવતા મંદિરમાં નાક ઘસવા માટે મજબૂર કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાઈરલ થયો છે.

પોલીસે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ સંબંધિત ધારાઓ હેઠળ મંગળવારની રાત્રે અગિયાર લોકોની વિરુદ્ધ પ્રાથમિક રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો હતો જેમાંથી સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

બહરોડ પોલીસ સ્ટેશનના સર્કલ ઓફિસર રાવ આનંદે જણાવ્યું હતું કે પીડિત રાજેશ કુમારે બે ત્રણ દિવસ પહેલા ફેસબુક પર ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની આલોચના કરી હતી. તેણે ફિલ્મને લઈ એક પોસ્ટ લખી હતી, જેમાં આલોચનાત્મક ટીપ્પણીઓ કરવામાં આવી હતી. ફિલ્મ પરની પોસ્ટમાં યુવકે સવાલ કર્યો હતો કે શું અત્યાચાર ફક્ત પંડિતોની સાથે થયો છે, દલિતોની સાથે નહીં? ગરીબો પર રોજ અત્યાચાર થઈ રહ્યા છે અને તેની સુરક્ષાના નામ પર કંઈ નથી થઈ રહ્યું.

ફિલ્મની પોસ્ટમાં કેટલાક લોકોએ જય શ્રીરામ અને જય શ્રી કૃષ્ણ લખ્યું હતું. આ કોમેન્ટ પર તેણે કથિત રીતે દેવતાઓ પર કેટલીક અપમાનજક ટીપ્પણીઓ કરી હતી. જોકે તેણે બાદમાં રામ અને કૃષ્ણ પર ટીપ્પણી કરવા માટે સોશિયલ મીડિયા પર માફી માગી પરંતુ કેટલાક સ્થાનિક લોકોએ તેને એક મંદિરમાં માફી માગવા માટે મજબૂર કર્યો. તેને મંદિર લઈ જવામાં આવ્યો અને તેણે માફી માગી.

અધિકારીએ વધુમાં કહ્યું કે, ત્યાં ઉપસ્થિત કેટલાક લોકોએ તેને મંદિરમાં નાક ઘસવાનું કહ્યું હતું અને તેણે જેવું કહેવામાં આવ્યું તેવું કર્યું હતું. હાલ અગિયાર લોકો વિરુદ્ધ કેસ ફાઈલ છે જેમાંથી સાત લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરવામાં આવી છે તેમાં અજય કુમાર શર્મા, સંજીત કુમાર હેમંત, પરવિંદર કુમાર, રામાવતાર સિંહ, નીતિન જાંગિડ અને દયારામનો સમાવેશ થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments