Homeગામનાં ચોરેયાત્રીકોમાં આનંદો : એક એપ્રિલથી રેલ્વે આ સુવિધા ફરી શરુ કરી રહ્યું...

યાત્રીકોમાં આનંદો : એક એપ્રિલથી રેલ્વે આ સુવિધા ફરી શરુ કરી રહ્યું છે, કોરોના સમયે ચૂકવવા પડતા હતા 300 રૂપિયા

Team Chabuk-National Desk: કોરોના સંક્રમણ ફેલાયાના બે વર્ષ પહેલા રેલ્વેએ ટ્રેનના એસી કોચમાં તકિયા, ચાદર, ટુવાલ, ઓછાળ અને પડદાઓની સેવા બંધ કરી હતી. હવે સંક્રમણ ઓછું થવાના કારણે નોર્ધન રેલવેએ આ સુવિધાઓને ફરી શરુ કરવાનો નિર્ણય લીધો છે. હવે રેલવેના અંબાલા મંડલની તરફથી ચાદર, તકિયા અને ટુવાલથી લઈ સફાઈનું કામકાજ આપવામાં આવ્યું છે. કેટલીક ટ્રેનોમાં એક એપ્રિલથી આ સુવિધા ફરી શરુ થશે. ધીમે ધીમે પાંચ એપ્રિલ સુધીમાં આ સુવિધા તમામ રેલ યાત્રીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કોરોના કાળ દરમિયાન ટ્રેનમાં તકિયા, ચાદર, ટુવાલ, ઓછાળ અને પડદાઓની સુવિધા બંધ હોવાના કારણે કેટલાય યાત્રીકોને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. એ પછી યાત્રીકો માટે ડિસ્પોઝલ બેડરોલ કિટ સેવા શરુ કરવામાં આવી. રેલ્વે તરફથી શરુ કરવામાં આવેલી આ સેવા માટે યાત્રીકોને અલગથી પૈસા ચૂકવવા પડતા હતા. ડિસ્પોઝલ બેડરોલ કિટ માટે યાત્રિકો પાસેથી 300 રૂપિયા લેવામાં આવતા હતા. જેમાં બેડ શીટ, તકિયા, ઓછાળ સહિતની વસ્તુઓ આપવામાં આવતી હતી. જો કોઈ યાત્રીકને ઓઢવા માટે સાલની જરૂર હોય તો તેના 150 રૂપિયા આપવા પડતા હતા.

કઈ કઈ ટ્રેનમાં શરુઆત થશે?

ટ્રેનતારીખ
ચંદીગઢ બાંદ્રા એક્સપ્રેસત્રણ એપ્રિલ
કેરળ સંપર્ક ક્રાંતિએક એપ્રિલ
કાલકા-કટરા એક્સપ્રેસએક એપ્રિલ
કાલકા-શિરડી એક્સપ્રેસત્રણ એપ્રિલ
હરિહર એક્સપ્રેસબે એપ્રિલ
નૌચંદી એક્સપ્રેસએક એપ્રિલ
ચંદીગઢ કોચ વેલી એક્સપ્રેસએકથી પાંચ એપ્રિલ વચ્ચે
ચંદીગઢ મંડગાંવ એક્સપ્રેસએકથી પાંચ એપ્રિલ વચ્ચે
whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments