Homeગામનાં ચોરેડિલિવરી બોયે ઝોમેટોનું 'નાક' કપાવ્યું !

ડિલિવરી બોયે ઝોમેટોનું ‘નાક’ કપાવ્યું !

Team Chabuk National desk: હાલના સમયમાં ઘણી ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પ્રચલિત થઈ ગઈ છે. ઓર્ડર કરો અને અડધા કલાકમાં મનગમતું ભોજન તમારા હાથમાં મેળવો છો. પરંતુ ક્યારેક કેટલીક એવી ઘટના બની જતી હોય છે જે એપ્લીકેશનના ઉપયોગ પર શંકા ઉપજાવી જતી હોય છે.  બેંગ્લુરૂમાં એક આવી જ ઘટના બની ગઈ છે. અહીં એક યુવતીએ ઝોમેટો પરથી ભોજન મંગાવ્યું પરંતુ સમયસર ભોજન ન પહોંચતા તેણે ઓર્ડર કેન્સલ કરાવ્યો. જો કે, ડિલિવરી બોયને આ ન ગમતા તેણે એવું કામ કર્યું છે જેનાથી હવે મહિલાને સર્જરી કરાવવી પડશે.

વાત એમ છે કે બેંગ્લુરૂના હિતેશા ચંદ્રની નામની કન્ટેન્ટ ક્રિએટર અને મેકએપ આર્ટીસ્ટે ઝોમેટો પર ફૂડ ઓર્ડર કર્યુ હતું. યુવતીએ ફૂડ ઓર્ડર કર્યું એના ઘણા સમય બાદ પણ ડિલિવરી ન પહોંચતા તેણે કસ્ટમર કેરમાં કોલ કર્યો હતો. કસ્ટમર કેરમાં કોલ કરવા છતાં ડિલિવરી ન પહોંચતાં આખરે હિતેશાએ ઓર્ડર કેન્સલ કરાવવાનું નક્કી કર્યું.  જો કે, ઓર્ડર કેન્સર કર્યો છતાં ડિલિવરી બોય તેના ઘરે પહોંચી ગયો અને મહિલાને ઓર્ડર લેવા માટે રકઝક કરવા લાગ્યો. જ્યારે આ ડિલિવરી બોય રકઝક કરી રહ્યો હતો ત્યારે તે મહિલાના ઘરની બહાર ઉભો હતો. મહિલાએ મક્કમ થઈને ડિલિવરી લેવાની ના કહી દીધી.

યુવતીનો આરોપ છે કે ઘણી રકઝક કર્યા બાદ ડિલિવરી બોય ગુસ્સે થઈ ગયો હતો. તેણે અચાનક ડોરને જોરથી ધક્કો માર્યો અને ઘરમાં આવી ગયો. ઘરમાં જ ડિલિવરી મૂકી દીધી અને બળજબરીપૂર્વક કહેવા લાગ્યો કે આ ડિલિવરી તમારે રાખવી જ પડશે. જે વાતનો વિરોધ કરતાં અને ફ્રીમા ડિલિવરી આપવી પડશે તેમ કહેતાં ડિલિવરી બોયે યુવતીને નાક પર જોરથી પંચ માર્યો હતો. પંચ મારતાં યુવતીના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બીજી તરફ ડિલિવરી બોય તેના પર હુમલો કરીને ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ મહિલાના નાકનું હાડકું પણ તૂટી ગયું હતું જેથી અસહ્ય દુઃખાવા સામે તે લાચાર બનીને જમીન પર પડી રહી હતી. હવે યુવતીના નાકનું હાડકું ભાંગી ગયું હોવાથી હવે તેનું ઓપરેશન કરાવવું પડશે.

પીડિતાએ એક વીડિયો બનાવીને સમગ્ર ઘટના અંગે જાણ કરી છે. વીડિયોમાં તે તેની સાથે બનેલી ઘટના અંગે વાત કરી રહી છે. સાથે જ પોલીસ અને ડોક્ટર્સનો સપોર્ટ મળ્યો તે અંગે પણ કહી રહી છે. હાલ મહિલાની હાલત સ્થિર છે. પરંતુ તે કહી રહી છે કે દુઃખાવો થઈ રહ્યો છે. ડોક્ટર્સે તેને હાઈડોઝ એન્ટીબાયોટિક અને પેઈનકિલર આપી છે. મહિલા કહી રહી છ કે જ્યારે તે દુખાવાના કારણે સરખું બોલી પણ નથી શકતી. તે જ્યારે બોલે છે ત્યારે તેની આંખમાંથી સતત પાણી નીકળી રહ્યું છે. સમગ્ર ઘટના અંગે વાત કરતાં તે કહી રહી છે કે આ ઘટના બની છે તેનાથી હું ખૂબ ડરી ગઈ છું. મહિલાએ કહ્યું કે કોઈએ મારી મદદ પણ નહતી કરી. હું જાતે જ મારી સારવાર કરાવવા માટે હોસ્પિટલ પહોંચી હતી.

યુવતીએ કહ્યું કે મારી સાથે જે ઘટના બની છે તે અંગે ઝોમેટોએ સ્પષ્ટતા કરી છે અને માફી માગી છે. સાથે જ ઝોમેટોએ પોલીસ તપાસ અને મેડિકલમાં જે સહયોગની જરૂર હશે તે કરશે. ઝોમેટોએ એવું પણ કહ્યું છે કે, ભવિષ્યમાં આવી ઘટના ન બને તે અંગે પણ ધ્યાન રાખીશું. સાથે જ આરોપી સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યુ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments