Team Chabuk- bollywood desk: સોશિયલ મીડિયામાં એટલી તાકાત છે કે તે તમારું જીવન બદલી શકે છે. જો તમારી પાસે ટેલેન્ટ છે તો તમે સોશિયલ મીડિયાનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો છે. આવું જ બન્યું છે એક સામાન્ય પરિવારમાંથી આવતા યુવક સાથે જેનું નસીબ તેની મહેનત અને સોશિયલ મીડિયાના કારણે ચમકી ગયું છે.
‘હું આદિવાસી છું અને મજૂરી કરું છું. અમારા વિસ્તારમાં લોકોને સપના જોવાનો અધિકાર નથી’
આ શબ્દો છે મધ્યપ્રદેશના આદિવાસી અને અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા ઉદય સિંહના. ડાન્સ દિવાનેના સ્ટેજ પર તે આટલું બોલીને ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યો. મધ્યપ્રદેશના આદિવાસી સમાજમાંથી આવતા ઉદય સિંહને કલર્સ ચેનલ પર પ્રસિદ્ધ થતા શો ડાન્સ દિવાનેમાં સ્થાન મળી ગયું છે. તે શોમાં પહોંચ્યો હતો અને સ્ટેજ પરની રંગીન લાઈટ્સ જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. રડતા-રડતાં જ તે તેની માતા સાથે સ્ટેજ પર પહોંચ્યો હતો. આંખોમાં આંસુ સાથે જ ડાન્સ કર્યો હતો. એક વાર ડાન્સ ભૂલી પણ ગયો જો કે, ત્યારબાદ તેણે સ્ટેજને પોતાની ગલી સમજીને એવો ડાન્સ કર્યો કે સ્ટેજ પર આગ લગાવી દીધી. દીલથી ડાન્સ કરવા બદલ જજીસે ઉદય સિંહને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
મધ્યપ્રદેશના નાના એવા ગામમાંથી આવેલા યુવકને તમામ જજે પણ ખૂબ સપોર્ટ કર્યો હતો. જ્યારે તે સ્ટેજ પર આવ્યો ત્યારથી જ તેને જજીસે આશ્વાસન આપ્યું હતું. ધર્મેશે તો સ્ટેજ પર જઈને તેને સમજાવ્યો હતો કે આ બધો તામજામ ન જોતો. તું જેવી રીતે તારા વિસ્તારમાં ખુલ્લા આકાશ નીચે ડાન્સ કરે છે તેવી જ રીતે અહીં ડાન્સ કરજે. ઉદયની કહાની સાંભળીને ખુદ માધુરી દિક્ષીત પણ ભાવુક થઈ ગઈ હતી.
ઉદય પોતાના ટિકટોક વીડિયોના કારણે જાણીતો બન્યો હતો. કાચા મકાનમાં રહેતા આ યુવકને સોશિયલ મીડિયા પર બહુ લોકોએ પસંદ કર્યો હતો.
ડાન્સ દિવાને ફેબ્રુઆરી 27થી શરૂ થઈ ગયો છે. દર શનિવાર અને રવિવારે હવે બિગ બોસની જગ્યાએ રાત્રે 9 વાગ્યે ડાન્સ દિવાને શોને સ્થાન મળ્યું છે. ડાન્સ દિવાને શોમાં અભિનેત્રી માધુરી દિક્ષીત, કોરિયોગ્રાફર ધર્મેશ યેલાન્ડે અને તુષાર કાલિયા જજ તરીકે જોવા મળી રહ્યા છે. આ શોને રાઘવ જુયાલ હોસ્ટ કરી રહ્યો છે. હાલ જે ચાલી રહી છે તે ડાન્સ દિવાને સિઝન-3 છે. પહેલી સિઝન 2018માં અને 2019માં બીજી સિઝન આવી હતી. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે ત્રીજી સિઝન ટળી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત