Team Chabuk-National Desk : શ્રવણની સ્ટોરી તમામ લોકો જાણે જ છે. શ્રવણની માતા-પિતા પ્રત્યેની લાગણી, આદર અને પ્રેમ આપણા સૌની સામે જ છે. આજના યુગમાં હવે શ્રણવ નથી રહ્યા અને એટલે જ કદાચ વૃદ્ધાશ્રમો ખુલી ગયા છે. જો કે, બીજી તરફ લાગણી, આદર અને પ્રેમ મરી પણ નથી ગયા. જેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે દરભંગાની સાયકલ ગર્લ જ્યોતિ કુમારી. જ્યોતિ કુમારી એકવાર ફરી ચર્ચામાં આવી છે. નીતિશ સરકારે આ બહાદુર અને સંવેદનશીલ દીકરીને નશા મુક્તિ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધી છે.
કોણ છે જ્યોતિ કુમારી ?
જ્યારે દેશમા લૉકડાઉન હતું ત્યારે 15 વર્ષની એક દીકરી તેના પિતાને પોતાની તૂટેલી-ફૂટેલી સાયકલમાં 1 હજાર 200 કિલોમીટર દૂર વતન પહોંચાડ્યા હતા. લૉકડાઉનમાં જ્યારે બસ, ટ્રેન અને ખાનગી વાહનોના પૈડાં થંભી ગયા હતા ત્યારે આ દીકરીએ એવી હિંમત કરી હતી જે કોઈ ભાગ્યે જ કરી શકે. આ દીકરી જ એટલે જ્યોતિ કુમારી.
જ્યોતિનું મુળ વતન બિહારનું દરભંગા છે. લૉકડાઉન વખતે તે પોતાના પિતા સથે હરિયાણાના ગુરૂગ્રામમાં રહેતી હતી. લોકડાઉનના કારણે તમામ લોકો પરેશાન હતા પરંતુ જ્યોતિ અને તેના પિતાની મુશ્કેલીઓ કંઈક વધુ જ હતી. જમવાનું પણ માંડ માંડ મળતું હતું એવામાં કુદરત જાણે જ્યોતિની પરીક્ષા લઈ રહ્યો હોય તેમ તેના એક બાદ એક વિઘ્ન આવતા રહ્યા. એક સમય એવો આવ્યો કે, પિતાનું જીવન બચાવવા માટે તેણે કોરોના અને સુમસાન 1200 કિલોમિટર રસ્તા સામે યુદ્ધ લડી લેવાનું વિચાર્યું. લોકડાઉન વખતે જ પિતાની તબિયત લથડી. દિવસેને દિવસે પિતાની લથડતી તબિયતના કારણે તેને નક્કી કરી લીધું કે ગમે તે થાય વતન તો જવું જ છે. એટલે આ દીકરીએ સાયકલ કાઢી અને પિતાને સાયકલ પર જ લઈને વતનની વાતે નીકળી પડી.
પિતાનું જીવન બચાવવા માટે જ્યોતિએ ન દિવસ જોયો કે ન તો રાત કે ન કાળમુખા કોરોનાની કોઈ ચિંતા કરી. સતત સાત દિવસ સાયકલ ચલાવ્યા બાદ તે આખરે પોતાના પિતાને લઈને વતન દરભંગા પહોંચી ગઈ. આમ, તેણે પોતાના પિતાનું જીવન બચાવી લીધું. સતત 1 હજાર 200 કિલોમીટર સાયકલ ચલાવવાથી જ્યોતિના પગ સોજી ગયા, થાક પણ લાગ્યો પરંતુ તેના ચહેરા પર ઘરે પહોંચ્યાનો સંતોષ પણ હતો. તો ઘરના સભ્યો પણ પિતા પુત્રીને જોઈને પોતાનની ખુશી રોકી ન હતા શક્યા. આ ઘટના બાદ જ્યોતિ કુમારીનું નામ દેશ ઉપરાંત વિદેશોમાં પણ ગુંજ્યુ હતું.
સમાજ કલ્યાણ વિભાગે જ્યોતિને વધાવી
સમગ્ર બિહાર આજે જ્યોતિની હિંમતના વખાણ કરી રહ્યું છે. સમાજ કલ્યાણ વિભાગના સામાજિક સુરક્ષા નિયામક દયાનિધાન પાંડેયએ પણ જ્યોતિના ખુબ વખાણ કર્યા છે. સાથે જ જ્યોતિ કુમારીના મજબૂત ઈરાદા, હિમ્મતને પણ સલામ કરી હતી. દયાનિધાન પાંડેય ખુદ પટનાથી દરભંગા પહોંચ્યા હતા. જ્યાં જ્યોતિનું સન્માન કર્યું હતું અને તેને નશા મુક્તિ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી. દયાનિધાન પાંડેયે જ્યોતિને પચાસ હજાર રૂપિયાનો ચેક અને એક સ્માર્ટ ફોન પણ ભેટ આપ્યો. જ્યોતિ સાથે તેના પિતાનું પણ સન્માન કરાયું હતું.
Dear Madam,Jyoti Kumari will ride more than 15 km cycle but will not get away from her rituals.This country is her own system, she will remain hungry but do not throw stones at the police and health workers who serve the country.
— Pankaj prajapati (@PankajofficialK) May 22, 2020
Because they know this country belongs to them.
યુવાનો માટે જ્યોતિ નવી જ્યોત
દયાનિધાન પાંડેયએ કહ્યું કે, બિહારના યુવાનો માટે જ્યોતિ પ્રેરણાસ્ત્રોત છે. લોકડાઉનના દિવસો બહુ કઠીન હતા. એ સમયે જ્યોતિએ જેવી રીતે સાહસ બતાવ્યું તેનાથી યુવાનોએ સીખ લેવી જોઈએ. જ્યોતિની હિમ્મતની ચર્ચા દેશ સહિત વિદેશમાં પણ થઈ. આ જ કારણ છે કે વિભાગે આ વખતે રીલ હીરોની જગ્યાએ રિઅલ હીરોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનું નક્કી કર્યું. આજના યુવાનોને જ્યોતિ પાસેથી શીખવું જોઈએ કે પરિસ્થિતિ કેવી પણ હોય નશો કરવો યોગ્ય નથી. આ પોતાની જાત સાથે પરિવારને પણ બરબાદ કરી નાખે છે.
કેન્દ્રીય મંત્રીએ જ્યોતિના કર્યા હતા વખાણ
કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે જ્યોતિના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ જ્યોતિની બહાદુરીથી પ્રભાવિત થયા છે. સાથે જ તેમણે રમતગમત પ્રધાનન કિરણ રિજૂજીને અનુરોધ કર્યો હતો કે જ્યોતિ સાયકલિંગમાં આગળ વધવા માગતી હોય તો તેમની મદદ કરો. ત્યારબાદ કિરણ રિજૂજીએ જ્યોતિની સાયકલિંગ ટેસ્ટ કરાવવા અધિકારીઓને કહ્યું હતું.
That girl is from where I am. Travelling 170km per day on cycle that too when you have to paddle in UP roads which is btw not fit for bikes and cars. Can’t imagine her Journey. Its painful yet inspirational. And tight slap on gov. pic.twitter.com/zuiqoc8zic
— @bhishek (@abhi__1729) May 23, 2020
ઈવાંકાએ પણ લીધી હતી નોંધ
જ્યોતિની વાત સાંભળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાંકા ટ્રમ્પ પણ જ્યોતિની ફેન થઈ ગઈ હતી. ઈવાંકાએ ટ્વીટ કરીને જ્યોતિની હિંમતના વખાણ કર્યા હતા. ઈવાંકાએ ટ્વીટ સંદેશમાં લખ્યું હતું કે, 15 વર્ષની જ્યોતિ કુમારી પોતાના પિતાને સાયકલ પર બેસાડીને 1 હજાર 200 કિલોમિટર પોતાના ઘરે પહોંચી. હિમ્મત અને પ્રેમની આ સુંદર ઘટનાએ ભારતીયો અને સાયકલ મહાસંઘનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું.
15 yr old Jyoti Kumari, carried her wounded father to their home village on the back of her bicycle covering +1,200 km over 7 days.
— Ivanka Trump (@IvankaTrump) May 22, 2020
This beautiful feat of endurance & love has captured the imagination of the Indian people and the cycling federation!🇮🇳 https://t.co/uOgXkHzBPz
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત