Homeતાપણુંબિહારની એ સીટ જે તમામ પાર્ટીઓને ધોળા દિવસે તારા બતાવવાની ક્ષમતા ધરાવે...

બિહારની એ સીટ જે તમામ પાર્ટીઓને ધોળા દિવસે તારા બતાવવાની ક્ષમતા ધરાવે છે

હે ચાબુક, બેટા આજે તને હું વાત કરું બિહારની રાજમહેલ વિધાનસભાની. બિહારમાં એક સાહિબગંજ નામનો જિલ્લો છે. આ જિલ્લામાં રાજમહેલ નામની સીટ આવેલી છે. આ સીટના લોકોની નાડ કોઈ પારખી નથી શકતું. અહીંના લોકોનો દિવસ ફરી જાય તો સારા સારા નેતાઓની રાજનીતિક કારકિર્દીની પથારી ફર્યાના દિવસો પણ આવી ચૂક્યા છે. એક સમયે કોંગ્રેસનો દબદબો હતો, પણ કોંગ્રેસનેય જાપા સુધી મુકી આવનારા અહીંના જ લોકો છે. તને પહેલાથી કઉં એટલે મજા આવે.

#1 1997ની સાલ. કોંગ્રેસની કટોકટી સામે સમગ્ર ભારતમાં રોષ ભભૂક્યો હતો. દેખીતી વાત હતી કે કોંગ્રેસને બિસ્ત્રા પોટલા બાંધવાનો વારો આવવાનો હતો. થયું પણ એવું. ઠેરઠેરથી જનઆદેશ આવવા લાગ્યા અને જનતા પાર્ટીની જીત થવા લાગી. કોંગ્રેસના સુપડા સાફ થયા પણ એક સીટે તો જનતા પાર્ટી સહિત ઈન્દિરા ગાંધીને પણ કૌતુકમાં મુકી દીધી. એ સીટ હતી બિહારની સાહિબગંજ જિલ્લાની રાજમહેલ સીટ. જ્યાં લોટરી લાગી હતી એક અપક્ષ ઉમેદવારને. જેપીની પાર્ટી જીતે તેવી વિવેચનાત્મક ટીપ્પણીઓ અહીં ઊંધે માથ પછડાય અને જીત્યા શ્રીમાન ધ્રૂવ ભગત.

#2 એ પછી આ સીટ પર બધાની નજર પડી ગઈ. 1980ની સાલમાં જ્યારે બીજી વખત ચૂંટણી આવી ત્યારે ઈન્દિરા ગાંધીની લહેર સમગ્ર ભારતમાં જોવા મળી રહી હતી. હવે આ સીટ ઈન્દિરાના ખાતામાં જશે તેવું ટીપ્પણીકારો અને રાજનીતિના અઠંગ જ્ઞાનીઓને લાગ્યું. પણ ઊંધુ થઈ ગયું. દેશ આખામાં કોંગ્રેસની લહેર પણ રાજમહેલની સીટ ગઈ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનારા અપક્ષ ઉમેદવાર ધ્રૂવ ભગતનાં ખાતામાં.

#3 આ સીટ હંમેશાંથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કરની સીટ રહી છે. અંદાજ અપના અપનાના અમર અને પ્રેમ જેવી સીટ. કાર્ટુન નેટવર્કના ટોમ એન્ડ જેરી જેવી સીટ. મુઝસે શાદી કરોગી ના સમીર અને શનિ જેવી સીટ. અત્યાર સુધીમાં છ વખત ભાજપ ચૂંટણી જીત્યું છે. તો છ વખત કોંગ્રેસ ચૂંટણી જીત્યું છે. ત્રણ વખત એવું બન્યું છે કે અપક્ષ ઉમેદવાર જીતી ગયો હોય અથવા તો ભાજપ કોંગ્રેસ સિવાયની પાર્ટીને ખજાનો હાથમાં લાગી ગયો હોય.

#4 1957ની સાલમાં બિહારમાં કોંગ્રેસની ટિકિટ પર વિનોદાનંદ ઝા ચૂંટણી લડ્યા. વિનોદાનંદ જ્યાંથી ચૂંટણી લડ્યા એ સીટ હતી રાજમહેલ. આ સીટે તેમને ઈદનો ચાંદ બાતાવ્યો. સીધી મુખ્યમંત્રીની ખુરશી મળી ગઈ. એમણે બે વખત આ સીટ પરથી જીત મેળવી. પણ ધ્રૂવના અચલ તારાની તોલે ન આવી શક્યા. ધ્રૂવ ભગત ત્રણ વખત ભાજપની સીટ પરથી અને એક વખત અપક્ષ ઉમેદવાર તરીકે જીતી ચૂક્યા છે. હવે રાજમહેલના લોકોએ જ નક્કી કરી લીધું છે કે ધ્રૂવ ભગતનો રેકોર્ડ તોડવા જ નથી દેવો!

#5 આ વિધાનસભા સીટ જ્યાં પડે છે તે વિસ્તાર છે ઝારખંડ મુક્તિ મોર્ચાનો. આ વિસ્તારને તેમનો ગઢ માનવામાં આવે છે. વર્ષોથી તેમની આણ પ્રવર્તે છે. પણ બિચારા કોઈ દિવસ જીતી નથી શક્યા. ઝારખંડ મુક્તિ મોર્ચો તાકાત હર વખતે લગાવે છે. છેલ્લી ચાર ચૂંટણીમાં આ મોર્ચાએ એવું ઘાતક પ્રદર્શન કર્યું કે જે પાર્ટી જીતે તેના પછી જ આવે. આ વખતે તેને ખોબલે ખોબલે જીતની આશા છે ચાબુક. બોલ હવે તારે શું પૂછવું છે ?

‘તે હે ગોવા બાપા. એવું તો નથી ને કે, ધ્રૂવ ભગત પછી કોઈ નેતા કામ નથી કરતાં એટલે ચૂંટાતા નથી? મને લાગે મુક્તિ મોર્ચાવાળા આ વખતે નહીં મુકે. અને ક્યાંક એવું તો નથી ને કે સાઉથમાં રાજમહેલ પાર્ટ 1-2-3-4 જેવી હોરર ફિલ્મો બની તે આ સીટ પર જ આધારિત છે ?’

(ગોવા બાપાની અનુભવી કલમે લખાયેલા રાજકારણની રસપ્રદ વાતો)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments