Homeગામનાં ચોરેલગ્નમાં માછલીનું ગમતું પીસ લેવા 11 લોકો વચ્ચે ધીંગાણું

લગ્નમાં માછલીનું ગમતું પીસ લેવા 11 લોકો વચ્ચે ધીંગાણું

Team Chabuk-National-Desk: બિહારનાં ગોપાલગંજમાં લગ્ન સમારોહમાં અજીબોગરીબ વસ્તુ જોવા મળી હતી. માછલીના ગમતાં પીસને લઈને 11 લોકો વચ્ચે યુદ્ધ જામી ગયું હતું. વિવાદ એટલો વકર્યો કે નજીવી એવી બાબતે બઘટાડી બોલી ગઈ અને અગિયાર લોકો આ માછલી પ્રવૃત્તિમાં ઈજાગ્રસ્ત થયા.

આ સમગ્ર ઘટના ગોપાલગંજના ભોરા વિસ્તારની છે. જ્યાંના ભટવલિયા ગામમાં લગ્નનો પ્રસંગ હતો. ગુરૂવારની રાતે માછલીનો મુંડો એટલે કે માથું ન મળવા પર વિવાદ ખૂની સંઘર્ષમાં તબ્દિલ થઈ ગયો. જોતજોતામાં જાન અને છોકરીનાં ઘરવાળાઓની વચ્ચે માથાકૂટ હસ્તવિગ્રહમાં પરિણમી. કોલ્ડવોરમાંથી સિવિલ વોર થઈ જતાં બંને પક્ષનાં લોકો માછલી માટે બહારવટે ચડ્યા જેમાં ઝઘડો કરનારા અગિયારે અગિયાર લોકો ઈજા પામ્યાં. આ તમામ માછલી ભૂખ્યાંઓને રેફરલ હોસ્પિટલ અને ગોપાલગંજ સદર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

પોલીસે આ સમગ્ર ઘટનામાં કેસ પણ ફાઈલ કર્યો છે. પીડિત સુદામા ગોંડ નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો કે તેમના સંબંધી ધન્નુ ગોંડને ત્યાં જાન આવી હતી. જેમાં એ ગામમાં રહેનારા હીરા ગોંડ પણ હતા. જમણવાર સમયે તેમણે માછલીનાં માથાના ભાગનો કટકો વધારે માગ્યો. જેને લઈ આવવામાં મોડું થઈ ગયું. આ સમયે હીરા ગોંડે માછલી પીરસી રહેલા સુદામા ગોંડની સાથે મારમારી કરી. એટલામાં લાકડી, દંડો લઈને અજય ગોંડ, રાજા ગોંડ સહિતના પાંચ લોકો સુદામા ગોંડ તેમના પુત્ર મુન્ના ગોંડ અને વહુ રીના દેવીની સાથે મારપીટ કરવા લાગ્યા.

તમામ ઘાયલોને ઈલાજ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી તેમને સદર હોસ્પિટલ શીફ્ટ કરવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં પાંચ લોકોને આરોપી કરાર દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા નરકટિયા ગામમાં 8 મેનાં રોજ એક લગ્ન સમારંભના દરમ્યાન જાનમાં ચીકનનાં પીસની સાથે લિટ્ટી ન પીરસતા ભડાકા થયા હતા. જે ઘટનામાં રાજેન્દ્ર સિંહ નામના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments