Homeગામનાં ચોરેપરણિત યુવતીએ પૂર્વ પ્રેમી સાથે ટ્રેનમાં ટોયલેટની બાજુમાં લગ્ન કરી લીધા

પરણિત યુવતીએ પૂર્વ પ્રેમી સાથે ટ્રેનમાં ટોયલેટની બાજુમાં લગ્ન કરી લીધા

Team Chabuk-National Desk: બિહારના સુલ્તાનગંજમાં એક પરિણીત યુવતીએ ટ્રેનમાં ટોયલેટની બાજુમાં જ પોતાના પ્રેમીની સાથે લગ્ન કરી લીધા. આ સમગ્ર ઘટના ભીરખુર્દના ઉધાડીહ ગામની છે. પ્રેમીના હાથેથી માથામાં સિન્દુર ભર્યા બાદ મહિલાએ પોતાના વર્તમાન પતિનો લાત મારી અસ્વીકાર કરી દીધો છે. જેની સાથે મંડપમાં સાત ફેરા લીધા હતાં અને સાત જન્મનો વાયદો કર્યો હતો તેની સાથે આકસ્મિક છૂટાછેડા લઈ લીધા છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ભાતભાતની ચર્ચાઓ થઈ રહી છે.

આજથી બે મહિના પહેલા જ આ મહિલાનાં લગ્ન કિરણપુર ગામના યુવકની સાથે થયા હતા. એ પછી યુવતી શ્વસુરગૃહથી પલાયન થઈ પોતાના પ્રેમીને મળી. પરણિત મહિલાના પ્રેમી આશુ કુમારે ટ્રેનમાં ટોયલેટની સામે જ તેના માથામાં સિન્દુર ભર્યું.

લગ્ન બાદ આ બેઉંની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.  ટ્રેનમાં લગ્ન કરનારા આશુ કુમારનું કહેવું છે કે વર્ષોથી અમારો પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. યુવકે આ અંગે વધુમાં કહ્યું કે, જ્યારે પ્રેમિકાના પરિવારજનોને અમારા બંનેના પ્રેમ અંગેની બાતમી મળી તો તેમણે પરિણિત યુવતીનું ઘરમાંથી બહાર નીકળવું બંધ કરાવી દીધું હતું. તાત્કાલિક બંદોબસ્ત કરી કિરણપુર ગામના યુવકની સાથે જબરદસ્તી લગ્ન કરી દેવામાં આવ્યા હતા.

યુવકનાં જણાવ્યા મુજબ લગ્ન બાદ યુવતીએ તેના પતિની સાથે રહેવાનો ઈનકાર કરી દીધો છે અને હવે પ્રેમીની થઈને રહી ગઈ છે. બુધવારનાં રોજ જ્યારે તક મળી ત્યારે યુવક યુવતી ફરાર થઈ ગયા હતા. બંને સુલ્તાનગંજ સ્ટેશન પહોંચીને ટ્રેનમાં બેંગ્લોર બાજુ રવાના થઈ ગયા હતા. ને આ સમયે જ યુવતીએ દબાણ કરતા ટ્રેનમાં જ મંગળફેરા ફરી લીધા. હમ દિલ દે ચૂકે સનમ!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments