Homeગામનાં ચોરે500 રૂપિયાના વિવાદમાં મોટાભાઈએ નાનાને એટલો માર્યો કે ખબર પણ ન રહી...

500 રૂપિયાના વિવાદમાં મોટાભાઈએ નાનાને એટલો માર્યો કે ખબર પણ ન રહી કે એ ક્યારે મરી ગયો છે

Team Chabuk-National Desk: બિહારના કૈમૂરમાં મોટાભાઈએ નાનાભાઈને 500 રૂપિયાની રકમ માટે એવી સજા આપી કે નાનાભાઈનું મૃત્યુ થઈ ગયું. આરોપી નનાભાઈની પાસેથી 500 રૂપિયા માગી રહ્યો હતો, જે તેણે તેને પહેલા આપ્યા હતા. જ્યારે તેણે એ પૈસા આપવાની ના પાડી દીધી તો મોટાભાઈનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેણે ડંડો લઈ નાનાભાઈને મારવાની શરૂઆત કરી દીધી. મારતા મારતા જ તેને ખબર ન રહી કે ક્યારે તેના નાનાભાઈની મોત થઈ ગઈ હતી. આ વારદાતમાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

કૈમૂર જિલ્લાના મોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોંધી ગામનો રહેનારો રામુ મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. તેનો નાનો ભાઈ સગીર હતો. તેણે જણાવ્યું કે તે કોઈ પણ જાતનું કામ નહોતો કરતો. આ વચ્ચે તેને નશો કરવાની કુટેવ પડી ગઈ હતી. તેને અસંખ્ય વખત ના પાડી હોવા છતાં તે છોડતો નહોતો.

આરોપીએ વધુમાં જણાવ્યું કે, તેણે નાનાભાઈને 500 રૂપિયા આપ્યા હતા. તેણે એ પૈસા વિશે તેને પૂછ્યું તો તેણે જવાબ નહોતો આપ્યો. રામુ તેની પાસેથી વારંવાર પૈસા માગતો હતો, પણ નાનો ભાઈ જવાબ નહોતો આપતો. જેથી ગુસ્સે ભરાયેલા ભાઈએ ડંડા વડે માર મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

માર મારવામાં ને મારવામાં નાનાભાઈની મોત ક્યારે થઈ ગઈ એ વાતની તેને ખબર જ ન રહી. ઘટના સમયે ગ્રામીણ લોકોની ભીડ ઉમટી પડી હતી. પોલીસે સગીર ભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને આરોપી રામુની ધરપકડ કરી લીધી હતી. આસપાસના ગ્રામ્યજનોએ પણ જણાવ્યું હતું કે 500 રૂપિયાને લઈ બંને વચ્ચે વિવાદ વકર્યો હતો, જેનું આ પરિણામ આવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments