Team Chabuk-Gujarat Desk: માઈક્રોબ્લોગિંગ સાઈટ Twitter બગ બાઉન્ટ્રી પ્રોગ્રામની ઘોષણા કરી છે. જેને લઈ નિવેદન આપવામાં આવ્યું છે કે ઈમેજ ક્રોપિંગ અલ્ગોરિધમમાં બાયસેસને ડિટેક્ટ કરવા પર ઈનામ આપવામાં આવશે. ઈનામની રકમ છે 3500 ડોલર, ભારતીય રૂપિયા પ્રમાણે બે લાખ સાઈઠ હજાર રૂપિયા.
આ પ્રોગ્રામ હેકર્સ અને કોમ્પ્યુટર રિસર્ચર માટે લોન્ચ કરવામાં આવ્યો છે. ટ્વીટર બગ બાઉન્ટી સ્પર્ધાના માધ્યમથી હેકર્સ અને કોમ્પ્યુર રિસર્ચર ઈમેજ-ક્રોપિંગ અલ્ગોરિધમના બાયસેસ વિશે જણાવશે. આ પ્રોગ્રામને ત્યારે શરૂ કરવામાં આવ્યો છે જ્યારે ટ્વીટર પર આરોપ છે કે તેનું અલ્ગોરિધમ અશ્વેત લોકોની સાથે ભેદભાવ કરે છે.
આ તમામ વિગત વિશે માહિતી એક સંશોધનાત્મક ગ્રુપે શોધી કાઢી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે અશ્વેત લોકોના ચહેરાને ઈમેજ પ્રિવ્યુની મદદ વડે હટાવી દેવામાં આવે છે. જેને લઈ ટ્વવીટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે મશીન લર્નિંગ રિસર્ચરે શોધ્યું હતું કે મહિલાઓના પક્ષમાં 8 ટકાનું અંતર અને ગોરાઓના પક્ષમાં 4 ટકા આવે છે.
આ સમગ્ર ઘટના અંગે ટ્વીટરે પોતાના હાલના બ્લોગમાં જણાવ્યું છે કે આ સમસ્યાને દૂર કરવા માટે તેમણે પોતાનો કોડ અન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવ્યો છે, જેથી તેમના કામને ફરીથી બનાવવામાં આવી શકે. તેને લઈને એક સ્ટેપ આગળ વધી રહ્યા છીએ. ઈમેજ ક્રોપિંગ અલ્ગોરિધમના પોટેન્શિયલમાં શું સમસ્યા છે તેને શોધવા માટે લોકોને સામેથી આમંત્રિત કરી રહ્યા છે. જેને લઈને શુક્વારના રોજ ટ્વીટર સ્પેસ કન્વર્ઝેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
બિગ બાઉન્ટી કોન્ટેસ્ટના રિવોર્ડને લઈને ટ્વીટરે કહ્યું હતું કે વિજેતાની ઘોષણા DEF CON AI Village વર્કશોપમાં 8 ઓગસ્ટના રોજ થશે. જેમાં પહેલા સ્થાન પર રહેનારાને 3500 ડોલર, બીજા પર 1000 અને ત્રીજા પરને 500 ડોલર ઈનામ મળશે. જેને લઈ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હેકર ઓનની તરફથી વિજેતાને ઈનામ આપવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત