Team Chabuk-National Desk: પોર્નોગ્રાફી કેસ મામલે રાજ કુન્દ્રા (raj kundra) પર દિવસે દિવસે કાયદાનો ગાળિયો વધુ કસાઈ રહ્યો છે. ગઈકાલે શનિવારે આ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાં (bombay highcourt) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બન્ને પક્ષના વકીલોએ સુનાવણી દરમિયાન પોત પોતાની વાત રજૂ કરી હતી. આ દરમિયાન પબ્લિક પ્રોસિક્યૂટરે (prosecutor) બોમ્બે હાઈકોર્ટમાં કહ્યું હતું કે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 48 ટીબીનો ડેટા ભેગો કર્યો છે. જેમાં બે એપ્લિકેશનમાંથી 51 અશ્લીલ ફિલ્મો જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ તેમણે રાજ કુન્દ્રા અને રયાન થોરપેની ધરપકડ (arrest)નું કારણ પણ રજૂ કર્યું હતું. પબ્લિક પ્રોસિક્યૂટરે કહ્યું કે, વોટ્સએપ ગ્રુપ અને ચેટને ડિલીટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે પૂરાવા નષ્ટ કરવામાં આવી રહ્યા હતા આથી રાજ અને રયાનની ધરપકડ કરવામાં આવી છે.
બોમ્બે હાઈકોર્ટ સમક્ષ કહેવામાં આવ્યું છે કે, એકાઉન્ટન્ટે રાજ કુન્દ્રાની ધરપકડના આગલા દિવસે ડેટા ડિલીટ કર્યો હતો. ન્યાયમૂર્તિ અજય ગડકરીની પીઠ સમક્ષ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બોમ્બે હાઈકોર્ટની સુનાવણી થઈ હતી જેમાં પબ્લિક પ્રોસિક્યૂટરે કહ્યું કે, રાજ કુન્દ્રા અને રયાન થોરપે પર પોર્ન સ્ટ્રીમિંગ કન્ટેન્ટના ગંભીર ગુનાનો આરોપ છે. પોલીસે ફોન અને સ્ટોરેજ ડિવાઈઝમાંથી કન્ટેન્ટ જપ્ત કર્યું છે. રાજ કુન્દ્રાના બનેવી પ્રદીપ બખ્શી સાથે ઈમેઈલ સંદેશના માધ્યમથી વાત થઈ હતી. આ વાતચીતને હોટશોટ એપ્લિકેશનને લઈને થઈ હતી. પ્રદીપ બખ્શી લંડનની એક કંપનીના માલિક છે.
બોમ્બે હાઈકોર્ટની સુનાવણી દરમિયાન પબ્લિક પ્રોસિક્યૂટરે કહ્યું કે, પોલીસને અશ્લીલ અને બોલ્ડ વીડિયો મળી આવ્યા છે. સાથે જ ઘણા ગ્રાહકોથી પ્રાપ્ત ચુકવણીની જાણકારી પણ મળી છે. સુનાવણી દરમિયાન રાજ કુન્દ્રાના વકીલ આબાદ પોંડાએ કહ્યું હતું કે, પોલીસ પોતાના પ્રથમ રિમાન્ડમાં કોઈ ચેટને હટાવવાનો ઉલ્લેખ કર્યો નથી અને તેને સામેલ ન કરવા પર સવાલ ઉઠાવ્યા છે. આ મામલે બોમ્બે હાઈકોર્ટ સોમવારે સુનાવણી આગળ વધારશે.
રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કન્ટેન્ટ બનાવવા અને તેને રિલીઝ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારે હાલ રાજ કુન્દ્રા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. રાજ કુન્દ્રાની પત્ની શિલ્પા શેટ્ટીએ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ અલગ અલગ મીડિયા સંસ્થા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના પતિની ધરપકડ અને તેને લગતી જે ખોટી, માનહાનિ પૂર્વકની વાતો લખવામાં આવી રહી છે તેને રોકવાની માંગ કરી હતી. શિલ્પા શેટ્ટીએ માનહાનિ કેસમાં 25 કરોડનું વળતર પણ માગ્યું છે. મીડિયા આઉટલેટને વિના શરતે માફી માંગવાની પણ શિલ્પાએ માગ કરી છે. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાંચે કહ્યું હતું કે, અભિનેત્રી શિલ્પા શેટ્ટીને હજુ સુધી પોર્નોગ્રાફી રેકેટ મામલે ક્લિન ચીટ આપવામાં આવી નથી. આ કેસમાં શિલ્પાનો પતિ રાજ કુન્દ્રા મુખ્ય આરોપી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત