Team Chabuk-National-Desk: બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એએસપી વેસ્ટ સૈયદ ઈમરાન મસૂદના નામે એક યુવક નકલી ફેસબુક આઈડી બનાવી યુવતીઓ પાસેથી અશ્લીલ ફોટો મંગાવતો હતો. માત્ર મંગાવતો નહોતો અશ્લીલ હરકતો પણ કરતો હતો. આ ગુનામાં આરોપી સદ્દામ હુસૈનને ટાઉન પોલીસ સ્ટેશને ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી તેનો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.
આ મોબાઈલ દ્વારા આઈપીએસ ઓફિસરનું નકલી ફેસબુક આઈડી બનાવ્યું હોવાનું પ્રમાણ પણ હાથ લાગી ગયું છે. મોબાઈલમાં યુવતીઓની અધધધ અશ્લીલ તસવીરો મળી છે. 2 જુલાઈના રોજ આ નકલી આઈડી બનાવનારા આરોપી સદ્દામની પોલીસે મુઝફ્ફરપુર લાવી પૂછતાછ કરી હતી.
આરોપી વ્યક્તિએ મુઝફ્ફરપુરના એએસપી વેસ્ટ સૈયદ ઈમરાન મસૂદના નામે ખોટું આઈડી બનાવ્યું હતું. આ વ્યક્તિની પ્રોફાઈલ પીક્ચર પણ આઈપીએસનાં ફોટાવાળી જ છે. આ તસવીર પોલીસ ડ્રેસમાં સજ્જ છે. રિયલ આઈપીએસને જ્યારે પોતાની નકલી આઈડી બનાવ્યાનું જાણમાં આવ્યું તો તેમણે તાત્કાલિક તેની તપાસ કરાવી હતી.
એસઆઈ ઓમ પ્રકાશ કુમારના જણાવ્યા મુજબ, આરોપી સદ્દામ હુસૈન, આઈપીએસ સૈયદ ઈમરાન મસૂદના નામેથી ફેક પ્રોફાઈલ બનાવી યુવતીઓની નગ્ન તસવીરો મંગાવતો હતો. ખોટી રીતે વાતો કરતો હતો અને પૈસા પણ ઉઘરાવતો હતો. આ આરોપીની પોલીસે સાઈબર સેલની મદદથી યુપી બોર્ડરના કૈમૂરના દુર્ગાવતી પોલીસ સ્ટેશન વિસ્તારનાં ઘનેછા ગામથી ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર એએસપી વેસ્ટ સૈયદ ઈમરાન મસૂદની ઓરિજિનલ ફેસબુક આઈડી પર કેટલાક ઓળખીતા અને સંબંધીઓનો સંદેશ આવ્યો હતો કે કોઈ વ્યક્તિ તમારું નકલી ફેસબુક આઈડી બનાવી ખોટી રીતે ઉપયોગ કરી રહ્યો છે. એએસપીએ આ લોકોની વાત સાંભળ્યા બાદ ફેસબુક ખોલીને જોયું તો સાચે જ તેમના નામ પર ખોટું આઈડી બનેલું હતું. તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી અને આરોપી સદ્દામની ધરપકડ કરવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત