Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના અલીરાજપૂરના આદિવાસી જિલ્લાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક યુવતીને વૃક્ષની સાથે બાંધી દેવામાં આવી છે. યુવતીને જે લોકો મારી રહ્યા છે તે બીજા કોઈ નહીં પણ તેના જ પરિવારના લોકો છે. વીડિયો વાઈરલ થતાં પોલીસે કાર્યવાહી કરી છે અને ચાર લોકોને જેલમાં મોકલી દીધા છે.
આ સમગ્ર ઘટના અલીરાજપૂર જિલ્લા મુખ્યાલયથી 50 કિલોમીટર દૂર આવેલ ફૂટતાલાબ ગામડાની છે. અહીં એક યુવતીને તેના પિતા અને ભાઈઓએ ઢોર માર માર્યો હતો. આ અંગે અલીરાજપૂરના એસપી વિજય ભાગવાનીએ જણાવ્યું કે, પીડિતાનાં લગ્ન ભૂરછેવડી ગામમાં થયા હતા. તેનો પતિ તેને એકલો છોડીને ગુજરાતમાં કામ કરવા માટે ચાલ્યો ગયો હતો. પીડિતા આ વિશે નિરાશ થઈને કોઈને પણ કહ્યા વિના તેના સાસરેથી પોતાને મામાને ત્યાં આવી ગઈ હતી. તેના પરિવારના લોકોને આ અંગેની ખબર પડી તો તેઓ પણ નિરાશ થઈ ગયા.
આરોપ લાગ્યો છે કે યુવતીના પિતા અને તેના ભાઈઓ તેને ફોસલાવીને ઘરે લાવ્યા અને પછી તેને માર મારવામાં આવ્યો. માર પણ કંઈ સામાન્ય નહોતો. તેને એક ઝાડની સાથે બાંધી દેવામાં આવી અને પરિવારના પુરુષ સભ્યોએ તેને હાડકા ખોંખરા કરી નાખ્યા. આ સમયે જ કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી નાખ્યો.
અલીરાજપૂરના એસપીએ જણાવ્યું કે, વાઈરલ વીડિયો વિશે જ્યારે જાણ થઈ ત્યારે પોલીસે એક જુલાઈની રાત્રે એફઆઈઆર ફાઈલ કરી તપાસ કરી હતી. શુક્રવારનાં રોજ 2 જુલાઈએ વીડિયોના આધાર પર ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી અને યુવતી પર અમાનુષી અત્યાચાર કરનારા આ શૈતાનોને જેલની પાછળ ધકેલી દીધા.
આ યુવતીનાં પિતા કેલ સિંહ અને તેના પિતરાઈ ભાઈઓ ભુવન ભીલ, કરમ ભીલ અને દિનેશ ભીલની પોલીસે ધરપકડ કરી લીધી છે. એસપીએ કહ્યું કે, હાલ યુવતી તેના માતાની સાથે છે. મહિલા બાળ વિકાસ ટીમે તેને દરેક પ્રકારની મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. રિપોર્ટ અનુસાર યુવતી પોતાના લગ્નજીવનથી ખુશ નહોતી. એ બીજી વખત પોતાના સાસરેથી ભાગી હતી. પરિવારના પુરુષોને ખીજ ચડતા તેને ઝાડ સાથે બાંધી મારી.
આ પહેલા પણ આ વિસ્તારમાંથી આવી જ કેટલીક ઘટનાઓ સમાચારમાં ચમકી ચૂકી છે. એક મહિલા પોતાના ઘરેથી ભાગી ગઈ હતી. મહિલા જ્યારે પકડાય તો તેના દેવરને તેના ખભા પર બેસાડી દેવામાં આવ્યો અને મારતા મારતા આખા ગામમાં ફુલેકુ ફેરવવામાં આવ્યું. મોટાભાગે મહિલાઓ જ આ વિસ્તારમાં સૌથી વધારે પ્રતાડીત થાય છે. પુરુષો નથી થતાં. આ પ્રકારની ઘટના નેશનલ ન્યૂઝમાં ચમકતા પણ ત્રણથી ચાર દિવસનો સમય લાગી જાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત