Team Chabuk-Entertainment Desk: કહેવામાં આવે છે કે કલાકારના જીવનનો કોઈ ભરોસો નથી હોતો. દરેક કલાકારનો એક સમય હોય છે. તે ફિલ્મજગતમાં આવે છે, કામ કરે છે. આ કલાકારોમાં કોઈ સફળતાની સીડી સર કરી લે છે તો કોઈ કલાકાર મહેનત કરવા છતાં ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી શકતો નથી. એવું પણ કહેવામાં આવે છે કે, બોલિવુડમાં એ જ ટકી શકે છે જે પોતાને સંભાળી શકે છે. બોલિવુડમાં કેટલાય કલાકારો એવા છે જેણે માત્ર અભિનયને જ પોતાની આવકનું સાધન બનાવ્યું છે. પરંતુ કેટલાક કલાકારો સાથે એવું પણ બની ચુક્યું છે કે, કલાકરોને મનોરંજનજગતમાં કામ મળવાનું બંધ થયું અને તે આર્થિક સંકડામણમાં આવી ગયો. જો કે, હવેના કલાકારો સેફ ગેમ રમવાનું પસંદ કરી રહ્યા છે.
બોલિવુડમાં કેટલાય કલાકારો એવા છે જેઓ ફિલ્મોમાંથી મળનારી આવક પર નિર્ભર નથી પરંતુ તેમણે સાબિત કરી બતાવ્યું છે કે તેઓ સારા અભિનેતાની સાથે સારા બિઝનેસમેન-વુમન પણ છે.
બોલિવુડમાં કેટલાય મોટા સ્ટાર્સ આ લિસ્ટમાં સામેલ છે જે અભિનય સાથે-સાથે પોતાનો સાઈડ બિઝનેસ પણ ચલાવે છે. કોઈની પોતાની રેસ્ટોરન્ટ છે તો કોઈની પોતાની IPL ટીમ. આજે આવા જ કેટલાક કલાકારો પર એક નજર કરીએ.
શાહરૂખ ખાન
આ લિસ્ટમાં સૌથી ઉપર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બાદશાહ શાહરૂખ ખાનનું નામ છે. શાહરૂખ ખાન સારો અભિનેતા હોવાની સાથે-સાથે એક સારો બિઝનેસમેન પણ છે. IPLમાં શાહરૂખ ખાનની કોલકત્તા નાઈટ રાઈડર્સ પોતાની ટીમ છે. આ ઉપરાંત શાહરૂખ ખાને દુનિયાભરમાં અલગ-અલગ જગ્યાએ રોકાણ પણ કર્યું છે. મુંબઈ સહિત દુબઈ અને લંડનમાં શાહરૂખ ખાનની પોતાની પ્રોપર્ટી છે. શાહરૂખ ખાનનું પોતાનું પ્રોડક્શન હાઉસ અને પોતાની VFX કંપની પણ છે.
શિલ્પા શેટ્ટી કુંદ્રા
શિલ્પા શેટ્ટી લાંબા સમય બાદ ફિલ્મોમાં રિ-એન્ટ્રી કરી ચુકી છે. તે એક સારી અભિનેત્રી સાથે-સાથે સારી બિઝનેસવુમન પણ છે. શિલ્પા કેટલાય બિઝનેસ સાથે જોડાયેલી છે. તે એક સ્પા અને સલૂનની કો-ફાઉન્ડર છે. આ ઉપરાંત શિલ્પા શેટ્ટીએ પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે રાજસ્થાન રોયલ્સની ટીમ ખરીદી હતી પરંતુ તેણે 2018માં તેને વેચી દીધી હતી. શિલ્પાએ પોતાની યોગ સીડી પણ લોન્ચ કરી હતી.
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા પોતાનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે. તેણે ફિલૌરી પરી, બુલબુલ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત અનુષ્કા શર્માની ‘નુશ’ નામે કપડાની બ્રાન્ડ પણ છે. તાજેતરમાં જ અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસમાં બનેલી સિરીઝ પાતાલ લોકને દર્શકોએ ખુબ પસંદ કર હતી.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ બોલિવુડની સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓમાં સામેલ છે. દિપીકા પાદુકોણ ફિલ્મોમાં અભિનયની સાથે સાથે પોતાનો બિઝનેસ કરે છે. તેણે વર્ષ 2015માં વૈન હ્યૂસેન સાથે મળીને ફેશન કલેક્શન ‘ઓલ અભાઉટ યૂ’ શરૂ કર્યું હતું. તેણે મહિલાઓ માટે ફેશન ક્લોથિંગ બ્રાન્ડ પણ લોન્ચ કરી હતી. આ ઉપરાંત દીપિકાનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે જેમાં તેણે ફિલ્મ ‘છપાક’નું નિર્માણ કર્યું હતું.
સલમાન ખાન
સલમાન ખાન પોતાની ફિલ્મોની જેમ પોતાના બિઝનેસને પણ સારી રીતે હેન્ડલ કરે છે. સલમાનનું પોતાનું બીઈંગ હ્યૂમનની ક્લોથિંગ બ્રાન્ડ છે. લામને જીમ ઈક્વિપમેન્ટ બનાવનારી કંપની બીઈંગ સ્ટ્રોન્ગ પણ શરૂ કરી છે. આ ઉપરાંત તે મંધાના રિટેલ વેંચર્સમાં પણ ભાગીદાર છે. તેનું બીઈંગ હ્યૂમન ક્લોથિંગ બ્રાંડ મંધાનાથી જ લાઈસન્સ્ડ છે. સલમાનનું પણ પોતાનું પ્રોડક્શન હાઉસ છે જેના દ્વારા સલમાને કેટલાય નવા ચહેરાઓને લોન્ચ કર્યા છે. આ ઉપરાંત સલમાને ટીવીની દુનિયામાં પણ પગલું માંડ્યું છે. સલમાને નચ બલિયે અને ધ કપિલ શર્મા શોનું નિર્માણ કર્યું હતું.
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા આજે ન માત્ર ભારતમાં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી રહી છે. પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કમાં પોતાની રેસ્ટોરેન્ટ શરૂ કરી છે. તેની રેસ્ટોરન્ટનું નામ ‘સોના’ છે જ્યાં લોકો ભારતીય વ્યંજનોનો સ્વાદ માણી શકે છે. આ ઉપરાંત પ્રિયંકા ચોપડાનું પણ પોતાનું પ્રોડક્શન હાઉસ છે. જેમાં તે હિન્દીની સાથે મરાઠી ફિલ્મોનું પણ નિર્માણ કરે છે.
ઋતિક રોશન
ઋતિક રોશ ને પહેલી ફિલ્મથી જ દર્શકોના દિલમાં સ્થાન મેળવી લીધું હતું. તેણે ફિલ્મ ‘કહો ન પ્યાર હૈ’થી બોલિવુડમાં પગ મુક્યો હતો. વર્ષ 2013માં ઋતિકે પોતાની ક્લોથિંગ બ્રાન્ડ લોન્ચ કરી હતી. ઋતિકની ફેશન બ્રાંડ HRX છે જેનો મોટો હિસ્સો તેણે ઓનલાઈન શોપિંગ પોર્ટલને વેચી દીધો છે. આ ઉપરાંત ઋતિકનો બેંગાલુરૂની ફિટનેસ સ્ટાર્ટઅપ સિક્યોરફિટમાં પણ ભાગ હતો. ઋતિકના પિતા રાકેશ રોશનનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. તેમણે કેટલીય સુપરહિટ ફિલ્મો આપી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત