Homeગામનાં ચોરેસાપ પકડનારા આ વ્યક્તિને ખબર પણ નહોતી કે આ તેનો અંતિમ વીડિયો...

સાપ પકડનારા આ વ્યક્તિને ખબર પણ નહોતી કે આ તેનો અંતિમ વીડિયો બની રહ્યો છે

Team Chabuk-National Desk: ચોમાસાની સિઝનમાં સરિસૃપોનો આતંક વધી જાય છે. સાપ, વીંછી સહિતના ઝેરી સરિસૃપોના કારણે ઘણા લોકો ખાસ તો બાળકો મોતને ભેટે છે, પણ કોઈ વખત સાપને પકડનારા પણ મોતને ભેટી જાય છે. ઘટના છે બિહારની.

rps-baby-world-1

બિહારના છિંદવાડામાં સર્પને પકડનારા વ્યક્તિનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેનો અંતિમ વીડિયો છે. અંતિમ એટલા માટે કે કોબ્રા સાપને પકડવાની અસહ્ય મથામણ બાદ તે મોતને ભેટી ગયો છે. સાપ તેના હાથમાંથી ડબ્બામાં નહોતો આવી રહ્યો અને તેણે તેને ડંખ ભરી લીધો હતો. આખરે હોસ્પિટલમાં આ વ્યક્તિએ અંતિમ શ્વાસ લીધા હતા.

rps-baby-world-1

આ સમગ્ર ઘટના બુધવારના રોજ બની હતી. બિહારના છિંદવાડા જિલ્લાના પરાસિયા બ્લોકના ન્યૂટનમાં 43 વર્ષીય સંતરામ સાપ પકડવા માટે ગયો હતો. સાપ તેના હાથમાં આવી ગયો હતો. સાપ હાથમાં આવી ગયા બાદ તે તેને પ્લાસ્ટિકના ડબ્બા નાખવા માગતો હતો પણ સાપ અંદર જતો નહોતો. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે, આ સમયગાળા દરમ્યાન જ સાપે તેને બટકો ભરી લીધો હતો.

rps-baby-world-1

સંતરામે કોઈને કોઈ રીતે પોતાના અનુભવને કામે લગાડી સાપને ડબ્બામાં બંધ કરી સ્થાનિકોનો તાળવે ચોંટેલો જીવ તો હેઠો બેસાડી દીધો પણ તેને ખબર નહોતી કે તેનો જીવ સાવ બેસી જવાનો છે. આ વ્યક્તિની થોડીવારમાં જ સ્થિતિ બગડવા લાગી હતી. તે મૂર્છિત થઈ ગયો. ચિંતામાં ગરકાવ થઈ ગયેલા લોકોએ તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. ઈલાજ દરમ્યાન સંતરામનું મોત થઈ ગયું.

સંતરામ બે વર્ષથી સાપ પકડતો હતો. સાઈડમાં મજૂરી કામ પણ કરતો હતો. આ પહેલી વખત નહોતું. એક વર્ષ પહેલા પણ તેને સાપે ડંખ મારી લીધો હતો. સદનસીબે તેનો જીવ બચી ગયો. જોકે બીજી વખત એટલો બડભાગી નહોતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments