Homeતાપણું‘કોંગ્રેસ બીમાર પાર્ટી છે તેને ઈલાજની જરૂર છે.’: શિવસેના

‘કોંગ્રેસ બીમાર પાર્ટી છે તેને ઈલાજની જરૂર છે.’: શિવસેના

Team Chabuk-Political Desk: પંજાબની સ્થિતિ અને અસ્થાયી અધ્યક્ષની સ્થિતિને લઈ નટવરસિંહે મારેલા મહેણાં ટોણા બાદ હવે શિવસેનાનો સામનાનો લેખ સામે આવ્યો છે. શિવસેનાએ મુખપત્ર સામનામાં લખ્યું છે કે હાઈકમાન્ડને લઈ પ્રવર્તી રહેલું સંશય એ કોંગ્રેસના ધબડકાનું કારણ છે. જેની અસર પંજાબમાં જોવા મળી ચૂકી છે. જેથી પાર્ટીને એક સ્થાયી અધ્યક્ષની જરૂર છે.

rps-baby-world-1

સામનામાં શિવસેનાએ એ પણ લખ્યું છે કે, ભલે રાહુલ ગાંધી કોંગ્રેસમાં ચાલી રહેલી સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પણ કોંગ્રેસના કેટલાય વરિષ્ઠ નેતાઓએ બીજેપીની સાથે હસ્તધનૂન કરી લીધું છે. અને પાર્ટીને આ સ્થિતિમાં લઈ જવા પાછળ આ લોકો જ જવાબદાર છે. વધુમાં મુખપત્રમાં લખવામાં આવ્યું છે કે, કોંગ્રેસને એક પૂર્ણકાલિન અધ્યક્ષની આવશ્યકતા છે.

rps-baby-world-1

શિવસેનાએ લખ્યું છે કે, કોંગ્રેસ આ સમયે બીમાર પાર્ટી બની ગઈ છે. જેને ઈલાજની જરૂર છે. કેટલાક લોકો ઈલાજ કરી પણ રહ્યા છે. પણ જોવાનું એ રહેશે કે ઈલાજ યોગ્ય દિશામાં થઈ રહ્યો છે કે નહીં. આગળ લખવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી કોંગ્રેસની અંદર વરિષ્ઠો અને યુવાઓને સાથે લઈ ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે કેટલાક વરિષ્ઠ નેતાઓને એ વાતની ખબર નથી કે, નવા લોકો કઈ રીતે કામ કરે છે. એ લોકો હાઈકમાન્ડની આલોચના શરૂ કરી દે છે. એ નક્કી છે કે આ લોકોએ જ ભારતીય જનતા પાર્ટી સાથે ગુપ્તરૂપે સમજૂતિ કરેલી છે.

rps-baby-world-1

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, કોંગ્રેસમાં કેટલાય યુવા, પૂર્ણકાલિક અધ્યક્ષ બનવાની માગ કરી રહ્યા છે. તેમની માંગણી ખોટી નથી. કેમ કે જેવી રીતે માથા વિનાના શરીરનો કોઈ ફાયદો નથી હોતો, એવી જ રીતે અધ્યક્ષ વગરની પાર્ટી પણ કોઈનો મૂકાબલો કેવી રીતે કરી શકે. આ સવાલનો જવાબ ગાંધી પરિવારને આપવો જોઈએ.

rps-baby-world-1

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કોંગ્રેસે પંજાબમાં એક દલિતને મુખ્યમંત્રી બનાવી ખૂબ મોટું પગલું ભર્યું છે. જોકે પાર્ટીના જ નેતા નવજોત સિંહ સિદ્ધુએ રાહુલ ગાંધી માટે સમસ્યા ઉભી કરી દીધી છે. વધુમાં તેમણે કહ્યું કે, પાર્ટીમાં આવા નેતાઓને મહત્વ પણ ન આપવું જોઈએ અને ભરોસો પણ ન કરવો જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments